નીચેનામાંથી કયો સ્થાનતર $(X)$ નો સમય સાથેનો ગ્રાફ શક્ય નથી?
$t=0$ સમયે એક કણ ઉગમ પર છે અને તે ધન $x -$ અક્ષ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. વેગનો સમય સાપેક્ષે આલેખ આકૃતિમાં બતાવેલ છે. સમય $t=5\,s$ પર કણનું સ્થાન ($m$ માં) શું હશે?
પદાર્થે $t$ સમયમાં કાપેલું અંતર $s=(2.5) t^2$ છે .$t=5\,s$ સમયે પદાર્થની તત્કાલિન ઝડપ $........\,ms^{-1}$ હશે.
આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત કાળજીપૂર્વક સ્પષ્ટ કર્યો. તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગ માટે આવા તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી. તાત્ક્ષણિક ઝડપ હંમેશાં તાત્ક્ષણિક વેગના માન જેટલી હોય છે. શા માટે ?
એક કણનું સ્થાન $x=\left(5 t^2-4 t+5\right) m$ મુજબ સમય સાથે સંબંધ ધરાવે છે. તો $t=2\,s$ વખતે કણના વેગનું મૂલ્ય $.........\,ms^{-1}$ થશે.
જો સરેરાશ વેગ અને તત્કાલીન વેગના મૂલ્યો સમાન હોય, તો કણની ગતિ કેવી હશે ?