નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી (Frying Pan)ને કાટ લાગવાથી અટકાવી શકે છે ?
ઝિંકનું સ્તર લગાવવાની
ગ્રીઝ લગાવવાની
રંગ લગાવવાની
ઉપર્યુક્ત તમામ
સક્રિય ધાતુમાં મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે ? લોખંડની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.
આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે ?
લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપાય જણાવો.
નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે ?
એવી ધાતુનું ઉદાહરણ આપો :
$(i)$ જે ઓરડાના તાપમાને પ્રવાહી છે.
$(ii)$ જે છરી વડે આસાનીથી કાપી શકાય છે.
$(iii)$ જે ઉષ્માની ઉત્તમ વાહક છે.
$(iv)$ જે ઉષ્માની મંદવાહક છે.