નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે ?
$NaCl$ દ્રાવણ અને કૉપર ધાતુ
$MgCl_{2}$ દ્રાવણ અને ઍલ્યુમિનિયમ ધાતુ
$FeSO_{4}$ દ્રાવણ અને ચાંદી ધાતુ
$AgNO_{3}$ દ્રાવણ અને કૉપર ધાતુ
આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે ?
કઈ ધાતુઓ આસાનીથી કટાતી નથી ?
એવી બે ધાતુઓ જે મંદ ઍસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને બે ધાતુઓ જે આમ ન કરી શકતી હોય તેમનાં નામ આપો.
લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપાય જણાવો.
એક તત્ત્વ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્ત્વ ...... હોઈ શકે.