નિયમિત કોણીય ગતિ દરમિયાન નીચે આપેલ કઈ રાશિ અચળ રહે છે?
કેન્દ્રગામી પ્રવેગ
વેગ
વેગમાન
ઝડપ
નીચેની આકૃતિમાં $O$ કેન્દ્રને ફરતે $r$ ત્રિજ્યાના પથ અને કોણીય આવૃત્તિ $\omega$ સાથે પરિભ્રમણ કરતો કણ $P$ દર્શાવેલ છે. તો $OP$ નું $x$-અક્ષ પર $t$ સમયે પ્રક્ષેપન $.......$ છે.
એક એરક્રાફ્ટ $150\, m/s$ ની ઝડપથી તેના પાંખિયા ને $12^o$ ના ખૂણે રાખીને સમક્ષિતિજ વર્તુળાકાર લૂપ રચે છે. તો વર્તુળાકાર લૂપ ની ત્રિજ્યા .......... $km$ થશે.
$(g = 10\, m/s^2 \; and\; \tan 12^o = 0.2125)$
ચોક્કસ સમયે વર્તુળાકાર ગતિ કરતા કણના વેગના અને પ્રવેગ સદિશો અનુક્રમે $\vec{v}=2 \hat{i} m / s$ અને $\vec{a}=2 \hat{i}+4 \hat{j} m / s^2$ છે.તો વર્તુળની ત્રિજ્યા $ ........\,m$
નીચે આપેલ વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચાં છે કે ખોટાં :
$(a)$ વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશાં વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે.
$(b)$ કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશાં તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે.
$(c)$ નિયમિત વર્તુળ ગતિ કરતાં કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ $0$ સદિશ હોય છે.
સમાન ઊંચાઇ ધરાવતા વર્તુળાકાર પથમાં સમાન વેગથી બ્લોક દાખલ થાય છે,તો મહત્તમ ઊંચાઇના બિંદુએ મહત્તમ લંબબળ શેમાં હશે?