કાર્બન અને તેનાં સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે ?
કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે થાય છે કારણ કે કાર્બન એ ઑક્સિજન (હવા)માં સળગીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે.
તેમજ આ પ્રક્રિયા દરમિયાન ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે. તેમજ દહન દરમિયાન કાર્બન અને તેના સંયોજનોને સળગવાની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વધારાની ઊર્જાની જરૂર પડતી ન હોવાથી તેમનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. જેમ કે,
$C + O _{2} \rightarrow $ $CO _{2}+$ ઉષ્મા $+$ પ્રકાશ
કાર્બન હવા કાર્બન ડાયોક્સાઈડ
(ઓક્સિજન)
કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતાં ફીણનું નિર્માણ સમજાવો.
લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે સાબુ ઉમેર્યા પછી લોકો કપડાં પથ્થર પર પછાડે છે કે પાવડી (Paddle) સાથે પછાડે છે. બ્રશથી ઘસે છે અથવા મિશ્રણને વૉશિંગ મશીનમાં ક્ષોભિત (ખુબ જોરથી હલાવે) (agitate) કરે છે. સાફ કપડાં મેળવવા માટે તેને ઘસવાની જરૂર શા માટે પડે છે ?
સાયક્લો પેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ-રચના શું થશે ?
ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને આધારે ઇથેનોલ અને ઇથેનોઇક ઍસિડને તમે કેવી રીતે વિભેદિત કરશો ?
સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભૂદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો.