1. Chemical Reactions and Equations
medium

વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો.

Option A
Option B
Option C
Option D

Solution

વિઘટન પ્રક્રિયામાં એક જ (એકલ) પ્રક્રિયક તૂટીને વધુ સરળ બે કે તેથી વધુ નીપજો આપે છે.

જ્યારે, સંયોગીકરણ પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નીપજનું નિર્માણ થાય છે.

આથી, વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કરતાં વિરુદ્ધ કહેવાય છે જે નીચેના ઉદાહરણો પરથી સ્પષ્ટ કરી શકાય  છે.

દા.ત., 

$(i)$ $2{H_{2(g)}} + {O_{2(g)}}\xrightarrow{{Combination}}2{H_2}{O_{(l)}}$

$2{H_2}{O_{(l)}}\xrightarrow{{{\text{ Electroly}}sis}}2{H_{2(g)}} + {O_{2(g)}}$

$(ii)$ $Ca{O_{(s)}} + C{O_{2(g)}}\xrightarrow{{Combination}}CaC{O_{3(s)}}$

$CaC{O_{3(s)}}\xrightarrow{{{\text{ }}\Delta \,\,{\text{(heat) Electroly}}sis}}Ca{O_{(s)}} + C{O_{2(g)}}$

Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.