- Home
- Standard 12
- Biology
સ્વચ્છ નામનિર્દેશનવાળી આકૃતિ સહ પુખ્ત આવૃત બીજધારી વનસ્પતિના ભ્રૂણપુટના ભાગો વર્ણવો. સહાયક કોષોનો પ્રક્રિયામાં ભાગ વર્ણવો.
Solution

અષ્ટ કોષકેન્દ્રીય અવસ્થા પછી, કોષદીવાલ ઉત્પન્ન થઈ લાક્ષણિક માદાજન્યુજનક કે ભૂપુટનું આયોજન થાય છે,.
આઠ કોષકેન્દ્રો કોષદીવાલો વડે ઘેરાય છે અને કોષોમાં પરિણમે છે, અંડછિદ્ર તરફના છેડે ત્રણ કોષો આવેલ છે અને તે ભેગા મળીને અંડસાધન બનાવે છે, અંડસાધનમાં બે સહાયક કોષો અને એક અંડકોષ હોય છે.
નાભિના છેડે ત્રણ કોષો હોય છે કે જેને પ્રતિધ્રુવ કોષો કહે છે. મધ્યમાં મોટો કેન્દ્રીય કોષ બે ધ્રુવીય કોષકેન્દ્રો મળીને બને છે. આમ લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભૂણપુટ પુખ્ત અવસ્થાએ આઠ કોષકેન્દ્રો અને સાત કોષોના બનેલ હોય છે.
એકકીય મહાબીજાણુમાંથી ભૂણપુટ ઉત્પન્ન થાય છે. આથી તેને મોનોસ્પોરિક ભૂણપુટ કહે છે.
સહાયક કોષોનું કાર્ય : સહાયક કોષોને અંડછિદ્ર તરફના છેડે ખાસ કોષીય સ્થૂલન જોવા મળે છે, તેને તંતુમય ઘટકો કહે છે કે જે પરાગનલિકાને સહાયક કોષોમાં દાખલ થવા માટે યોગ્ય માર્ગદર્શન આપે છે.