ત્રુટિઓના સંયોજન વિશે ટૂંકનોંધ લખો.
કોઈ પ્રયોગ કરીએ ત્યારે ધણા બધા અવલોકનો લેવાં પડે. આ બધા અવલોકનો પરથી પરિણામની ગણતરી કરીએ ત્યારે તેનાં પરિણામમાં બધા અવલોક્નોની સંયુક્ત ત્રુટિ કેટલી હશે તે જાણવું જોઈએ.
દા.ત. : ઘનતા નક્કી કરવાના પ્રયોગમાં પદાર્થનાં દળ અને કદ બંને માપવા પડે અને તે બંનેના માપમાં કંઈક ત્રુટિ હોઈ શકે. આ ત્રુટિઓની અસર ઘનતાના મૂલ્ય પર કેટલી થશે તે જાણવી જરૂરી છે.
ત્રુટિઓનું સંયોજન સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં થાય છે.
ઘન ધાતુના ગોળાની ઘનતા તેનું દળ અને વ્યાસ માપીને કરવામાં આવે છે. ધાતુના ગોળાની ઘનતામાં મહત્તમ ત્રુટિ $\left(\frac{x}{100}\right) \% $ છે. જો દળ અને વ્યાસના માપનમા સાપેક્ષ ત્રુટિ અનુક્રમે $6.0 \%$ અને $1.5 \%$ હોય તો $x$ નું મૂલ્ય કેટલુ હશે?
ભૌતિક રાશિનું સૂત્ર $w\, = \,\frac{{{a^4}{b^3}}}{{{c^2}\sqrt D }}$ છે. જો $a , b, c$ અને $D $ ના માપનમાં ઉદભવતી ત્રુટિ $1\%, 2\%, 3\% $ અને $4\% $હોય, તો $W$ માં ઉદભવતી પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે.
માપનમાં ત્રુટિ કોને કહે છે અને માપનમાં ભૂલ કોને કહે છે ?
અવરોધ $R =\frac{ V }{ I },$ જ્યાં $V =(50 \pm 2) \;V$ અને $I=(20 \pm 0.2)\;A$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ $x \%$ છે. $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
જો $P = \frac{{{A^3}}}{{{B^{5/2}}}}$ અને $\Delta A$ એ $A$ ની અને $\Delta B$ એ $B$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $P$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta P$ કેટલી થાય?