જટિલ પેશી વિશે નોંધ લખો.
જટિલ પેશીઓ એક કરતાં વધુ પ્રકારના કોષોની બનેલી છે. આ કોષો ભેગા મળીને એક એકમ (Unit) તરીકે કાર્ય કરે છે.
આ પેશીઓ પાણી, ખનિજ તત્ત્વો, પોષક તત્ત્વો અને કાર્બનિક પદાર્થોના વહન સાથે સકંળાયેલી હોવાથી તેને વાહકપેશી પણ કહે છે.
જટિલ પેશીના બે પ્રકારો છે : (a) જલવાહક પેશી અને (b) અન્નવાહક પેશી.
$(a)$ જલવાહક (Xylen) પેશી :
જલવાહક પેશી એ વહન પેશી (Conducting tissue) તરીકે પાણી અને ખનીજ દ્રવ્યોનું વહન મૂળથી પ્રકાંડ અને પર્ણ તરફ કરે છે.
રચના : જલવાહક પેશી જુદા જુદા ચાર પ્રકારના ઘટકોની બનેલી છે. જેવા કે,
(i) જલવાહિનિકી (Tracheids), (ii) જલવાહિની (Vessels), (iii) જલવાહક તંતુઓ (Xylem Fibres) અને (iv). જલવાહક મૃદુત્તક (Xylem Parenchyma). અનાવૃત બીજધારી વનસ્પતિઓની જલવાહક પેશીમાં જલવાહિનીનો અભાવ છે.
$(i)$ જલવાહિનિકી (Tracheids) : સાંકડા છેડાવાળા, લાંબા, નળાકાર કોષોની બનેલ છે.
તેમની દીવાલ જાડી અને લિગ્નિનથી યૂલિત હોય છે.
તેઓ મૃત અને જીવરસવિહીન છે.
કોષદીવાલના અંદરના સ્તરો જુદા જુદા સ્વરૂપમાં સ્થૂલન ધરાવે છે,
કાર્ય : સપુષ્પ વનસ્પતિઓમાં જલવાહીનિકી અને જલવાહિની પાણીનું વહન કરતાં મુખ્ય ઘટકો છે
$(ii)$ જલવાહિની (Vessels) : જલવાહિની એ લાંબી નળાકાર નલિકામય રચના છે. જે જલવાહક ઘટકો કહેવાતા ઘણા એકમોની બનેલી છે.
દરેક ઘટક લિઝિયક્ત દીવાલો અને મધ્યમાં (Large Central Cavity) વિશાળ અવકાશ ધરાવે છે.
જલવાહિની કોષો પણ જીવરસ (Protoplast) વિહીન છે.
જલવાહક ઘટકો તેમની સામાન્ય દીવાલોમાં આવેલા છિદ્રો દ્વારા આંતરિક રીતે એકબીજા સાથે જો ડાયેલા હોય છે.
જલવાહિનીની હાજરી એ આવૃત બીજધારી વનસ્પતિઓની લાક્ષણિકતા છે.
$(iii)$ જલવાહક તંતુઓ (Xylem Fibres) : જલવાહક તંતુઓ ખૂબ જ સ્થૂલિત દીવાલો ધરાવતા અને ઓછી કેન્દ્રીય અવકાશયુક્ત તંતુઓ છે, તેઓ પડદાયુક્ત (Septate) કે પડદાવિહીન હોઈ શકે છે.
તે યાંત્રિક મજબૂતાઈ આપે છે.
$(iv)$ જલવાહક મૃદુતક (Xylem Parenchyma) : જલવાહક મૃદુત્તક કોષો એ જીવંત અને પાતળી દીવાલયુક્ત કોષો છે.
તેમની કોષદીવાલો સેલ્યુલોઝની બનેલી છે.
તે સ્ટાર્ચ કે ચરબી અને ટેનિન જેવા બીજા પદાર્થો સ્વરૂપે ખોરાક દ્રવ્યોનો સંગ્રહ કરે છે.
જલવાહક પેશી મીશ્રણ છે.
નીચેનામાંથી કઈ રચના પ્રાથમિક અન્નવાહકપેશીમાં ગેરહાજર હોય છે?
તફાવત આપો : જલવાહિનિકી અને જલવાહિની
..........દ્વારા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખોરાકી પદાર્થોનું સ્થળાંતર થાય છે.
વર્ધનશીલ પેશી વિશે નોંધ લખો.