નિયમિત વિધુતભાર વિતરણ ધરાવતા પાતળા ગોળાકાર વિધુતભારિત કવચને કારણે વચની બહાર, સપાટી પર અને તેની અંદરના બિંદુ માટે સ્થિતિમાનના સૂત્રો લખો.
પ્રકરણ $1$ માં આપણે જોયું છે કे, સમાન રીતે વિદ્યુતભારિત ગોળાકાર કવચ માટે કવચની બહાર વિદ્યુતક્ષેત્ર જાણે કે બધો વિદ્યુતભાર કવચમાં કેન્દ્રિત થયેલો હોય તેમ ગણી શકાય અને બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુતક્ષેત્ર મળે છે. કવચની બહારના અને ગોળાકાર સપાટી પરના બિદુંએ સ્થિતિમાન,
$V =\frac{k q}{r}(r \geq R )$
જ્યાં$q=$ કવચ પરનો કુલ વિદ્યુતભાર
$R =$ કવચની ત્રિજ્યા
$k=$ કુલંબનો સચથાંક
કવચના અંદરના બિદુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે એટલે કવચની અંદર સ્થિતિમાન અચળ છે અને તેનું મૂલ્ય કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું $\gamma$ છે.
$\therefore V =\frac{k q}{r}(r \leq R )$
સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર ........ છે.
કોઈ વિધુતભાર તંત્રના લીધે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાનનું સૂત્ર લખો.
$R$ ત્રિજયાના ગોળીય કવચમાં કેન્દ્રથી અંતર $r$ નો વિદ્યુતસ્થિતિમાન $V$ વિરુધ્ધનો આલેખ કેવો થાય?
પારાના એકસમાન દરેક $512$ ટીપાંઓને $2\, V$ ના સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવે છે. ટીપાંઓને જોડીને એક ટીપું બનાવવામાં આવે છે. આ ટીપાનું સ્થિતિમાન .......... $V$ થશે.
સમાન કદ ધરાવતા $27$ બુંદને $220\, V$ થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. ($V$ માં)