$aG + bH \rightarrow$ નિપજ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં જ્યારે $G$ અને $H$ બંને પ્રક્રિયકોની સાંદ્રતા બમણી હોય તો દર વધીને $8$ ગણું થાય છે. જો કે જ્યારે $G$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે $H$ ની સાંદ્રતા નિયત રહે તો દર બમણો થશે. તો સમગ્ર પ્રક્રિયાનો ક્રમ શું થશે?
$2A + B \rightarrow $ નીપજ પ્રક્રિયામાં $B$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય બદલાતો નથી. પરંતુ જ્યારે ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો પરિમાણ (એકમ) જણાવો.
મિથાઇલ ઍસિટેટનું મંદ $HCl$ ઉમેરીને જળવિભાજન કરતાં મળતા એસેટિક ઍસિડનું $NaOH$ ના દ્રાવણની સાથે અનુમાપન કર્યું. અલગ અલગ $(t)$ સમયે ઍસ્ટરની સાંદ્રતા $(c)$ નાં પરિણામો નીચે પ્રમાણે મળે છે.
સમય $(t)$ $min$ | $0$ | $30$ | $60$ | $90$ |
ઍસ્ટરની સાંદ્રતા $(C)$ | $0.850$ | $0.800$ | $0.754$ | $0.710$ |
ઉપરનાં પરિણામો ઉપરથી સમજાવે કે આ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની છે. પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા અચળ $54.2 \,mol\,L^{-1}$ રહે છે.
આ પ્રક્રિયાનો વેગ અચળાંક $k$ ગણો.
$2A + B \rightarrow$ નિપજ પ્રક્રિયા માટે નીચેની કાર્યપદ્ધતિ આપેલ છે. તો પ્રક્રિયાનો ક્રમ ..... $2A $ $\rightleftharpoons$ $ A_2$ (ઝડપી) ; $A_2 + B \rightarrow P$ (ધીમી)
નીચેની પ્રક્રિયાની આણ્વીયતા કેટલી છે ?
$1.$ $NH _{4} NO _{2( s )} \rightarrow N _{2( g )}+2 H _{2} O$
$2.$ $2 HI \rightarrow H _{2}+ I _{2}$
$3.$ $2 NO + O _{2} \rightarrow 2 NO _{2}$