- Home
- Standard 11
- Chemistry
હાઇડ્રોજન $\left( {{{\rm{H}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધક્રમાંક અને ચુંબકીય ગુણો વિશે લખો.
Solution
ઈલેક્ટ્રોનીય રચના : $H _{2}$ અણુ બે $H (1 s)$ માંથી બને છે, જેથી $H _{2}$ અણુમાં કુલ ઈલેક્ટ્રોન સંખ્યા $= 2$ $H _{2}$ અણુમાં $BMO$ $\sigma_{1 s}$ તથા $\sigma_{1 s}^{*}$ હોય છે.
$\therefore H _{2}$ અણુની ઈલેક્ટ્રોનીય રચના : $\left(\sigma_{1 s}\right)^{2}\left(\sigma_{1 s}^{*}\right)^{0}$
બંધક્રમાંક : $H _{2}$ અણુની BMO $\sigma(1 s)$ માં $2$ ઇલેક્ટ્રોન અને $ABMO$ $\left(\sigma_{1 s}^{*}\right)$ માં શૂન્ય ઇલેક્ટ્રોન છે.
$\therefore$ બંધક્રમાંક $=\frac{ N _{ b }- N _{ a }}{2}=\frac{(2-0)}{2}=1$
બે $H$ એકલ બંધથી જોડાયેલા છે.
ચુંબકીય ગુણ : $H _{2}$ અણુમાં એકપણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અને ફક્ત ઇલેક્ટ્રોનયુગ્મ છે. $\therefore H _{2}$ અણુ પ્રતિચુંબકીય છે.