કુલંબના નિયમની મર્યાદાઓ સમજાવો.
$(1)$ વિદ્યુતભારો બિંદુવત હોવાં જોઈએ.
$(2)$ વિદ્યુતભારો સ્થિર હોવાં જોઈએ.
$(3)$ વિદ્યુતભારો વચ્ચેનું અંતરે $10^{-15}\,m$ કરતાં વધુ (ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં વધુ) હોવું જોઈએ.
$(4)$ બે વિદ્યુતભારો વચ્ચેના મહત્તમ અંતર $10^{18}\,m$ સુધી. આ બળો લાગે છે. એટલે કે, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર $10^{18} m$ કરતાં ઓછું હોવું જોઈએ.
$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબંદુ પર $+Q$ વિદ્યુતભાર મૂકેલા છે.તો એક વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થાય? $\left( {k = \frac{1}{{4\pi {\varepsilon _0}}}} \right)$
કલ્પના કરો કે એક પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર થોડોક અલગ છે. જેમાંથી એક $-e$ અને બીજો $( e +\Delta e )$ છે. $d$ અંતરે (જ્યાં $d$ પરમાણુની સાઇઝ કરતાં ઘણું મોટું છે) રહેલા બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બાળાનું પરિણમી બળ શૂન્ય થવા માટે $\Delta e$ કેટલું હોવું જોઈએ? [આપેલ : હાઇડ્રોજનનું દળ $m_h= 1.67 \times 10^{-27}\, kg $]
$2\mathrm{d}$ અંતરે આવેલા બિંદુએ દરેક પર $-\mathrm{q}$ વિધુતભારોને મૂકેલાં છે. $\mathrm{m}$ દળ અને $\mathrm{q}$ વિધુતભારને બંને $-\mathrm{q}$ વિધુતક્ષેત્રોને જોડતી રેખાના મધ્યબિંદુએથી લંબરૂપે $x (x \,<\,<\, d)$ અંતરે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂકેલો છે. બતાવો કે $\mathrm{q}$ વિધુતભાર એ $-\mathrm{T}$ આવર્તકાળ સાથેની સ.આ.ગ. કરશે.
જ્યાં $T = {\left[ {\frac{{8{\pi ^2}{ \in _0}m{d^2}}}{{{q^2}}}} \right]^{1/2}}$
જ્યારે બે સમાન વિદ્યુતભારીત વિદ્યુતભારોને $5\, cm$ અંતરે મુકવામાં આવે ત્યારે તે $0.144$ ન્યૂટન જેટલું અપાકર્ષી બળ અનુભવે છે. વિદ્યુતભારનું મૂલ્ય માઈક્રો કુલંબમાં ....... હશે.
બે સમાન ગોળાઓનો વિદ્યુતભાર $+q$ અને $-q$ છે અને તેઓને અમુક અંતરે મૂકેલા છે. તેમના વચ્ચે $F$ બળ લાગે છે. જો બે ગોળાની વચ્ચે $+q$ વિદ્યુતભાર વાળો સમાન ગોળો મૂકવામાં આવે તો તે બળ અનુભવે છે અને જેનું મૂલ્ય અને દિશા ...... છે.