કુલંબના નિયમની મર્યાદાઓ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(1)$ વિદ્યુતભારો બિંદુવત હોવાં જોઈએ.

$(2)$ વિદ્યુતભારો સ્થિર હોવાં જોઈએ.

$(3)$ વિદ્યુતભારો વચ્ચેનું અંતરે $10^{-15}\,m$ કરતાં વધુ (ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં વધુ) હોવું જોઈએ.

$(4)$ બે વિદ્યુતભારો વચ્ચેના મહત્તમ અંતર $10^{18}\,m$ સુધી. આ બળો લાગે છે. એટલે કે, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર $10^{18} m$ કરતાં ઓછું હોવું જોઈએ.

Similar Questions

દરેક ઉપર $\mathrm{Q}$ વીજભાર ધરાવતા બે એકસમાન સુવાહક ગોળા $P$ અને $\mathrm{S}$ એકબીજાને $16 \mathrm{~N}$ ના બળથી આપાકર્ષં છે. એક ત્રીજા સમાન વિદ્યુતભાર રહીત સુવાહક ગોળાને વારા ફરતી બે ગોળાઓનાં સંપર્કમાં લાવવામાં આવે છે. $P$ અને $S$ વચ્ચે નવું અપાકર્ષણ બળ. . . . . થશે.

  • [JEE MAIN 2024]

$m$ દળ ધરાવતા અને $q$ વિદ્યુતભાર ધરાવતા બે ગોળાને આકૃતિ મુજબ બાંધેલા છે.જો ખૂણો $\theta$ સૂક્ષ્મ હોય,તો $X$ = _____

$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબંદુ પર $+Q$ વિદ્યુતભાર મૂકેલા છે.તો એક વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થાય? $\left( {k = \frac{1}{{4\pi {\varepsilon _0}}}} \right)$ 

એક ચોરસનાં ચાર શિરોબિંદુઓ પર $-Q$ વિદ્યુતભાર મૂકેલો છે.અને તેના કેન્દ્ર પર $q$ વિદ્યુતભાર મૂકેલો છે. જો તંત્ર સંતુલિત અવસ્થામાં હોય, તો $q$ નું મૂલ્ય કેટલું થાય?

  • [AIEEE 2004]

કૉપરના અલગ કરેલા બે ગોળાઓ $A$ અને $B$ નાં કેન્દ્રો વચ્ચેનું અંતર $50 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6.5 \times 10^{-7}\; C$ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે ? $A$ અને $B$ વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે?