વિધુત અને ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમીકરણ સ્વરૂપે લખો. તેમની વચ્ચેનો તફાવત શું દર્શાવે છે ? તે જાણવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વિદ્યુત માટે ગોસનો નિયમ,

$\sum \overrightarrow{ E } \cdot \overrightarrow{\Delta S }=\frac{q}{\varepsilon_{0}}\dots(1)$

(જ્યાં $q$ એ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર છે)

ચુંબકત્વ માટે ગોસનો નિયમ,

$\sum \overrightarrow{ B } \cdot \overrightarrow{\Delta S }=0\dots(2)$

ચુંબકત્વ અને સ્થિતવિદ્યુત માટેના ગોસના નિયમો વચ્ચેનો તફાવત એ દર્શાવે છે, કे અલગ કરેલા (સ્વતંત્ર) ચુંબકીય ધ્રુવોનું અસ્તિત્વ જાણવા મળ્યું નથી.

Similar Questions

ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમજાવો.

$5.25 \times 10^{-2} \;J\, T ^{-1}$ મેગ્નેટીક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યો છે. ચુંબકના કેન્દ્રથી

$(a)$ તેના લંબ દ્વિભાજક પર, અને

$(b)$ તેની અક્ષ પર, કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે $45^{\circ}$ કોણ બનાવતું હશે ? આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $0.42 \;G$ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો.

પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો.

$m $ ધુવમાન ધરાવતા ગજિયા ચુંબકને લંબાઇ અને પહોળાઇ અડધી થાય,તે રીતે ચાર ભાગમાં વિભાજીત કરતાં એક ટુકડાનું ધ્રુવમાન કેટલું થાય?

જ્યારે ચુંબકીય સોયને અસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે શું અનુભવે?

  • [AIEEE 2005]