- Home
- Standard 12
- Physics
ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ જણાવો.
Solution
ચુંબકીય ક્ષેત્રરેખાઓના ગુણધર્મો નીચે મુજબ છે :
$(i)$ ચુંબકીય ક્ષેત્રરેખાઓ સતત બંધ ગાળાઓ રચે છે. તેમાં વિદ્યુત ડાઇપોલ જેવું નથી કે જેમાં ક્ષેત્રરેખાઓ ધન
વિદ્યુતભારમાંથી ઉદ્ભવીને ઋણ વિદ્યુતભારમાં પ્રવેશતી હોય અથવા અનંત સુધી ફેલાતી હોય.
$(ii)$ ક્ષેત્રરેખાઓ પર કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow B$ ની દિશા દર્શાવે છે.
$(ii)$ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow B$ ની તીવ્રતા દર્શાવે છે. ક્ષેત્રરેખાઓની સંખ્યા વધુ તેમ $\overrightarrow B$ નું મૂલ્ય વધુ. આકૃતિ $(a)$ માં વિસ્તાર $(i)$ કરતાં વિસ્તાર $(ii)$ પાસે $\overrightarrow B$ પ્રબળ છે.
$(iv)$ ચુંબકીય ક્ષેત્રરેખાઓ કદાપિ એકબીજીને છેદતી નથી. કારણ કે, જો તેઓ છેદે, તો ચુંબકીય ક્ષેત્રની છેદનબિંદુ પાસે જ અનન્ય ન હોય ચુંબકીય ક્ષેત્રરેખાઓ ઘણી રીતે દોરી શકાય છે.
જો તેઓ છેદે, તો છેદનબિંદુ પાસે બે ક્ષેત્રરેખાઓને અનુરૂપ બે સ્પર્શકો દોરી શકાય, તેથી એક જ બિંદુ આગળ
ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ મળે જે શક્ય નથી.