પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થના અંશતઃ ડૂબેલા ભાગનું કદ શોધવાનું સમીકરણ માત્ર લખો.
નદીના પાણી કરતા દરિયાના પાણીમાં તરવું સરળ કેમ છે ? તે સમજાવો ?
લોખંડનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે. જ્યારે લોખંડમાંથી બનેલી સ્ટીમર પાણીમાં તરે છે. સમજાવો.
બરફની ઘનતા $0.9 \,g / cm ^3$ છે. તો પાણીની બહાર તરતા બરફનું ......... $\%$ કદ બહાર હશે ?
હાઈડ્રોલિક લિફ્ટ મહતમ $3000\, kg$ દળની કારને ઊંચકી શકે છે. લોડ ઉઠાવતો પિસ્ટનનો આડછેદ $425$ સેમી$^{2}$ છે. નાનો પિસ્ટન કેટલું મહતમ દબાણ સહન કરી શકે?
$60\, kg$ દળ ધરાવતો છોકરો નદીમાં લાકડાના સહારે તરવા માંગે છે.જો લાકડાની સાપેક્ષ ઘનતા $0.6$ હોય તો લાકડાનું ઓછામાં ઓછું કદ કેટલું હોવું જોઈએ? (નદીના પાણીની ઘનતા $1000\, kg/m^3$)