સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કણના વેગમાં થતાં ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને કણનો સરેરાશ પ્રવેગ કહે છે.

સરેરાશ પ્રવેગ $=$ વેગમાં થતો ફેરફાર/તે માટે લાગતો સમયગાળો 

સરેરાશ પ્રવેગ $\langle\vec{a}\rangle=\frac{\Delta \vec{v}}{\Delta t}$

$\langle\vec{a}\rangle=\frac{\left(\Delta v_{x}\right) \hat{i}+\left(\Delta v_{y}\right) \hat{j}}{\Delta t}$

$\therefore\langle\vec{a}\rangle=\left(\frac{\Delta v_{x}}{\Delta t}\right) \hat{i}+\left(\frac{\Delta v_{y}}{\Delta t}\right) \hat{j}$

$\therefore\langle\vec{a}\rangle=\langle a x\rangle \hat{i}+\langle a y\rangle \hat{j}$

સરેરાશ પ્રવેગ સરેરાશ વેગની દિશામાં હોય છે.

સરેરાશ પ્રવેગનો એકમ $\frac{ m }{ s ^{2}}$ છે.

તાત્ક્ષણિક  વેગ:

પ્રવેગ (તાત્ક્ષણિક પ્રવેગ) : સરેરાશ પ્રવેગ માટે સમયગાળો શૂન્ય તરફ કરતા મળતા સરેરાશ પ્રવેગના સિમાંત મૂલ્યને પ્રવેગ કે તાત્ક્ષણિક પ્રવેગ કહે છે.

સરેરાશ પ્રવેગ $\langle\vec{a}\rangle=\frac{\Delta \vec{v}}{\Delta t}$

ઉપરના સમીકરણમાં $\lim _{\Delta t \rightarrow 0}$ લેતાં તત્કાલીન પ્રવેગ મળે છે.

$\vec{a}=\lim _{\Delta t \rightarrow 0} \frac{\Delta \vec{v}}{\Delta t}$

$\therefore \vec{a}=\frac{d \vec{v}}{d t}$

પરંતુ $\vec{v}=v_{x} \hat{i}+v_{y} \hat{j}$ લેતાં,

$\vec{a}=\frac{d}{d t}\left(v_{x} \hat{i}+v_{y} \hat{j}\right)$

$\vec{a}=\frac{d}{d t}\left(v_{x}\right) \hat{i}+\frac{d}{d t}\left(v_{y}\right) \hat{j}$

 $\vec{a}=a_{x} \hat{i}+a_{y} \hat{j}$

જ્યાં $a_{x}=\frac{d v_{x}}{d t}$ અને  $a_{y}=\frac{d v_{y}}{d t}$

સમીકરણ $(2)$ દર્શાવે છે કે વેગનું સમયની સાપેક્ષ વિકલન કણનો પ્રવેગ આપે છે.

$a=\frac{d \vec{v}}{d t}=\frac{d}{d t}\left(\frac{d \vec{r}}{d t}\right)=\frac{d^{2}(\vec{r})}{d t^{2}}$

885-s80

Similar Questions

એક કણ $\vec v = K(y\hat i + x\hat j)$ વેગથી ગતિ કરે છે. જ્યાં $K$ એક અચળાંક છે. તેનાં પથનું સામાન્ય સમીકરણ ........ થાય.

  • [AIEEE 2010]

એક કાર ઉત્તર તરફ પૂર્વ દિશા સાથે $45^o$ ના કોણે $6\, km$ ની અંતર કાપે છે અને પછી ઉત્તર તરફ પૂર્વ દિશા સાથે $135^o$ ના કોણે $4\, km$ અંતર કાપે છે . તો તે પ્રારંભિક સ્થાન થી કેટલી દૂર હશે? તેના પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ને જોડતી સુરેખા પૂર્વ દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે?

  • [AIIMS 2008]

પ્રક્ષિપ્ત પદાર્થને તેના ગતિમાર્ગના કયા બિંદુએ લઘુતમ ઝડપ અને મહત્તમ ઝડપ હશે ? 

એક પ્લેન $100 \,km/hr$ ની ઝડપથી પૃથ્વીને ફરતે પરિભ્રમણ કરે છે.તે અડધું પરિભ્રમણ કરે,ત્યારે તેના વેગમાં કેટલો ફેરફાર ......... $km/hr$ થાય?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :

$(a)$ જો $\overrightarrow A .\,\overrightarrow B \, = \,AB\,$ તો $\overrightarrow A $ અને $\overrightarrow B $ વચ્ચેનો ખૂણો ............ 

$(b)$ પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ વેગ ......... હોય છે.   (પ્રક્ષિપ્ત કોણ $\theta $ લો.)

$(c)$ $\widehat i - 2\widehat j + 4\widehat k$ નો $y-$ અક્ષ પરનો પ્રક્ષેપ ..........