$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.
તળાવમાં બીજા નંબરનું સૌથી મહત્ત્વનું પોષક સ્તર કયું છે?
સ્થલજ અને જલજ નિવસનતંત્રમાં ઊર્જા વહનની મુખ્ય નહેર તરીકે અનુક્રમે $.....$ અને $....$ છે.
નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.
ઘાસ-હરણ-ટાઇગર (વાઘ) આહાર સાંકળ, ઘાસનું જૈવભાર $1$ ટન છે. તો વાઘનું જૈવભાર કેટલું હશે ?