વિધાન: જ્યારે દળ અને વેગના માપન માં મળતી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે $1\%$ અને $2\%$ હોય તો ગતિ ઉર્જામાં મળતી ટકાવાર ત્રુટિ $5\%$ હશે.
કારણ: $\frac{{\Delta E}}{E} = \frac{{\Delta m}}{m} + \frac{{2\Delta v}}{v}$
વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
વિધાન અને કારણ બંને સત્ય છે પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી.
વિધાન સત્ય છે પણ કારણ અસત્ય છે.
વિધાન અને કારણ બંને અસત્ય છે.
પદાર્થની સાપેક્ષ ઘનતા શોધવા માટે તેનું વજન પહેલા હવામાં ને પછી પાણીમાં કરવાં આવે છે. જો હવામાં તેનું વજન ($5.00 \pm 0.05$) ન્યુટન અને પાણીમાં તેનું વજન ($4.00 \pm 0.05$) ન્યુટન મળતું હોય તો તેની સાપેક્ષ ઘનતા મહત્તમ પ્રતિશત ત્રુટિ સાથે શોધો.
એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે
$1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s$ અને $1.28\; s$
તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?
જો $Q= \frac{X^n}{Y^m}$ અને $\Delta X$ એ $X$ ની નિરપેક્ષ ત્રુટિ અને $\Delta Y$ એ $Y$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $Q$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta Q$ કેટલી થાય?
ભૌતિક રાશિનું સૂત્ર $w\, = \,\frac{{{a^4}{b^3}}}{{{c^2}\sqrt D }}$ છે. જો $a , b, c$ અને $D $ ના માપનમાં ઉદભવતી ત્રુટિ $1\%, 2\%, 3\% $ અને $4\% $હોય, તો $W$ માં ઉદભવતી પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે.
ભૌતિક રાશિ $ X = {M^a}{L^b}{T^c} $ માં $M,L$ અને $T$ માં પ્રતિશત ત્રુટિ $ \alpha ,\beta $ અને $ \gamma $ હોય, તો ભૌતિક રાશિ $X$ માં પ્રતિશત ત્રુટિ કેટલી થાય?