લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામીનું રંગઅંધતાના વંશાવળી પૃથક્કરણ દ્વારા વર્ણન કરો.
રંગઅંધતા (colour blindness) આ લિંગ-સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે, જે લાલ અથવા લીલા આંખના શંકુકોષોની ખામી છે. જેના પરિણામે લાલ અને લીલા રંગ પારખવામાં નિષ્ફળ જવાય છે.
આ ખામી $X$ રંગસૂત્ર પર હાજ૨ કેટલાં ક જનીનોની વિકૃતિને કારણે થાય છે. આ આશરે $8\, \%$ નરોમાં જયારે $0.4\, \%$ સ્ત્રીઓમાં જોવા મળે છે.
લાલ-લીલા રંગની અંધતા માટેના જનીનો $X$ રંગસૂત્ર પર આવેલા છે. નર ફક્ત એક જ અને માદા બે રંગસૂત્ર ધરાવે છે. સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગઅંધ થવાની શક્યતાઓ $50\, \%$ જેટલી છે.
માતા પોતે રંગઅંધ નથી કારણ કે જનીન પ્રચ્છન્ન છે, તેની અસર તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી દેવાય છે.
સામાન્ય રીતે પુત્રી રંગઅંધ હોતી નથી જયાં સુધી તેની માતા વાહક અને પિતા રંગઅંધ હોય.
વિશેષ જાણકારી (More Information) $:$
નીચેની વંશાવલી આલ્બીનીઝમની હાજરી દર્શાવે છે. જે દૈહિક લક્ષણ છે, જો વ્યકિત $4$ સમયુગ્મી છે, તો લક્ષણ માટે વાહક કોણ હશે?
આપેલ પેડિગ્રીમાં સૂચિત કરો કે ઘટ્ટ કરેલા સંકેતો પ્રભાવી કે પ્રચ્છન્ન અલીલ સૂચવે છે?
જો પુત્રી હિમોફીલીયા ગ્રસ્ત હોય તો નીચેનામાંથી તેના માતા પિતા માટે કઈ સંભાવના લાગુ પાડી શકાય?
એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?
રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.