English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

$\rm {DNA}$ જનીન દ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી અને ચેઇઝનો પ્રયોગ વર્ણવો. 

Option A
Option B
Option C
Option D

Solution

$DNA$ આનુવંશિક દ્રવ્ય છે તેની સાબિતી આફ્રેડ હર્શી અને માર્થા ચેઇઝ $(1952)$ના પ્રયોગ પરથી મળી. તેઓએ બૅક્ટરિયાને ચેપગ્રસ્ત કરતાં વાઇરસ પર કાર્ય કર્યું જેને બૅક્ટરિયોફેઝ કહે છે.

બેક્ટરિયોફેઝ એ બૅક્ટરિયા પર સ્થાપિત થાય છે અને પોતાનું જનીન દ્રવ્ય બૅક્ટરિયામાં દાખલ કરે છે. બૅક્ટરિયા વાઇરસના આનુવંશિક દ્રવ્યના ઉપયોગથી અનેક વાઇરસ કણોનું નિર્માણ કરે છે.

હર્શી અને ચેઇઝ બેક્ટરિયામાં વાઇરસનું $DNA$ કે પ્રોટીન પ્રવેશે છે તે જાણવા પ્રયોગો કર્યા.

કેટલાક વાઇરસને રેડિયોએક્ટિવ ફૉસ્ફરસમાં અને કેટલાંકને રેડિયોઍક્ટિવ સલ્ફરમાં ઉછેર્યા જે વાઇરસને રેડિયોઍક્ટિવ ફૉસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા હતા તેમાં રેડિયોએક્ટિવ DNA જોવા મળ્યું. પણ રેડિયોએક્ટિવ પ્રોટીન ન હતું. કારણ $DNA$માં ફૉસ્ફરસ હોય પણ પ્રોટીનમાં હોતું નથી.

જે વાઇરસનો રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો હતો, તેમાં રેડિયોએક્ટિવ પ્રોટીન હતું પણ રેડિયોઍક્ટિવ $DNA$ નહીં, કારણ $DNA$ સલ્ફર ધરાવતું નથી.

હવે રેડિયોઍક્ટિવ બૅક્ટરિયોફેઝને $E-$coli પર સ્થાપિત કર્યા. જેમ જેમ સંક્રમણ (infection) આગળ વધે છે તેમ તેમ બ્લેન્ડરમાં હલાવવાથી વાઇરસનું આવરણ (capsid) બૅક્ટરિયાથી અલગ થઈ જાય છે. બૅક્ટરિયાને સેન્ટ્રીફ્યુજ કરતાં વાઇરસના કણો અલગ થઈ જાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.