- Home
- Standard 12
- Biology
$\rm {DNA}$ ના અર્ધરૂઢિગત સ્વયંજનનની ક્રિયાનું પ્રાયોગિક પ્રમાણ વર્ણવો.
Solution

$DNA$ના અર્ધરૂઢિગત સ્વયંજનનની માહિતી સૌપ્રથમ ઇશ્વેરેશિયા કોલાઈ (E-coli)માંથી પ્રાપ્ત થઈ, મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે (Mathew Meselson and Franklin stahl) $1958$માં નીચે પ્રમાણે પ્રયોગ કર્યો.
$(i)$ E-coli ને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવ્યાં જેમાં ${ }^{15} \mathrm{NH}_{4} \mathrm{Cl} \quad{ }^{15} \mathrm{~N}$ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે$)$ ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઈટ્રોજનના સ્રોત તરીકે છે. જેના પરિણામે નવા ઉત્પન્ન થતાં સંશ્લેષિત $DNA$ અને અન્ય નાઇટ્રોજન યુક્ત સંયોજનોમાં ${ }^{15} \mathrm{~N}$ સામેલ થઈ જાય છે.
આ ભારે $DNA$ અણુને સેન્ટ્રિક્યુગેશનની મદદથી સામાન્ય $DNA$થી સિઝિયમ ક્લોરાઇડ $(CsCI)$ના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. $({ }^{15} \mathrm{~N}$ રેડિયોએક્ટિવ સમસ્થાનિક નથી. તે ${ }^{14} \mathrm{~N}$માંથી ફક્ત ઘનત્વના પ્રમાણથી અલગ કરી શકાય છે.)
$(ii)$ ત્યારબાદ કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા જેમાં ${ }^{14} \mathrm{NH}_{4} \mathrm{Cl}$ સામાન્ય હતું તથા કોષવિભાજનના વિવિધ સમયના અંતરાલે નમૂનાઓને લીધા અને $DNA$ને અલગ કરવાથી જોવા મળ્યું કે તે હંમેશાં બેવડી કુંતલમય શૃંખલાઓના સ્વરૂપે જોવા મળે છે. $DNA$ના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે $CsCI$ ની સાંદ્રતા પર અલગ કરાયા.
કેન્દ્રયાગી બળ (centrifugal)માં જે અણુ વધુ દ્રવ્યમાન ઘનતા ધરાવતો હોય તે ઝડપી અવસાદન (precipitation) પામે છે.