English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

જનીન સંકેત (genetic code) ના મુખ્ય ગુણધર્મો દશાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

સર્વવ્યાપી (universal) $:$ જનીન સંકેત સર્વવ્યાપી છે. વાઇરસ, બૅક્ટરિયા, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં એક જ પ્રકારના એમિનો એસિડ માટે સમાન પ્રકારનો જ સંકેત વપરાય છે.

બૅક્ટરિયાથી મનુષ્ય સુધી $UUU$ ફિનાઈલ એલેનીન (phe) નું સંકેતન કરે છે. આમાં કણાભસૂત્રીય સંકેતો અને કેટલાક પ્રજીવોમાં અપવાદરૂપ છે.

વિશિષ્ટતા (specificity) $:$ જનીન સંકેત વિશિષ્ટ છે. એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનો ઍસિડનું સ્થાન નક્કી કરતો હોય છે.

અવનત સંકેત (degenerate codon) $:$ એક જ એમિનો ઍસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને અવનત સંકેત કહે છે.

પ્રારંભિક સંકેત (initiation codon) $:$ પોલિપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત કરાવનાર સંકેતને પ્રારંભિક સંકેત કહે છે. $AUG$ – મિથિયોનીન માટે સંકેત આપે છે. સાથે-સાથે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે.

અર્થહીન સંકેતો (non-sense codon) $:$ $UNA, UGA$ અને $UAG$ કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતાં નથી તેથી તેઓને અર્થહીન સંકેતો કહે છે. તેઓ પ્રોટીન સંશ્લેષણની સમાપ્તિ સૂચવે છે માટે સમાપન સંકેતો (termination codon) પણ કહેવાય છે.

રેખીય સમાંતરતા $:$ જનીન સંકેતોનો ક્રમ અને પ્રોટીન અણુમાં રહેલ ઐમિનો ઍસિડનો ક્રમ રેખીય સમાંતરતા સૂચવે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.