- Home
- Standard 12
- Biology
આદિકોષકેન્દ્રીમાં ઉદાહરણ સહિત જનીન અભિવ્યક્તિનું નિયમન વર્ણવો.
Solution
આદિકોષકેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન હોય છે જે પ્રત્યાંકિત પ્રારંભિક દરનું નિયમન કરે છે.
પ્રત્યાંકન એકમમાં પ્રવર્તક (promoter) સાથે $RNA$ પોલિમરેઝની ક્રિયાશીલતા સહાયક પ્રોટીન સાથેની પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે જે પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં સહાયતા કરે છે.
આ નિયામકી પ્રોટીન (regulatory protein) સકારાત્મક કે સક્રિયક (positively or activators) અને નકારાત્મક કે નિગ્રાહક (negatively or repressors) બંને સ્વરૂપે કાર્ય કરી શકે છે.
આદિકોષકેન્દ્રી $DNA$ માં પ્રવર્તક (promoters) સ્થાનની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશેષ અનુક્રમ જેને ચાલક (operators) કહે છે તેના દ્વારા નિયમન પામે છે અને તેના સહયોગથી નિયમિત થતી રહે છે.
મોટા ભાગે ઑપેરોનમાં ચાલકસ્થાન, પ્રેરક ભાગની પાસે જ હોય છે અને મોટા ભાગની સ્થિતિમાં ચાલકના અનુક્રમ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલ હોય છે. પ્રત્યેક ઑપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર અને વિશિષ્ટ નિગ્રાહક (specific repressor) હોય છે. ઉદાહરણ તરીકે, લેક-ઓપરેટર માત્ર લેક ઑપેરોન (lac-operon)માં જોવા મળે છે. તે વિશેષરૂપે ફક્ત લેક-નિગ્રાહક (lac-repressor) સાથે આંતરક્રિયાઓ કરે છે.
Similar Questions
કોલમ$-I$ અને કોલમ$-II$ જોડો :
વિભાગ $-I$ | વિભાગ $- II$ |
$(i)$ ઓપરેટર સ્થાન | $(a)$ ઉત્સેચક (પ્રોટીન) માટે સંકેતન |
$(ii)$ પ્રમોટર સ્થાન | $(b)$ નિગ્રાહક માટે સંકેતન |
$(iii)$ રચનાત્મક જનીન | $(c)$ $RNA$ પોલિમરેઝ માટે જોડાણ સ્થાન |
$(iv)$ નિયામક જનીન | $(d)$ નિગ્રાહક માટે જોડાણ સ્થાન |