- Home
- Standard 12
- Biology
કયા વૈજ્ઞાનિકે પ્રયોગ દ્વારા પૃથ્વીના આદિ વાતાવરણ જેવા વાતાવરણનું સર્જન કર્યું ? પ્રયોગ સમજાવો.
Solution

ઈ. સ. $1953$ માં એસ. એલ. મિલર (S. L. Miller) નામના અમેરિકન વૈજ્ઞાનિકે પૃથ્વીનાં આદિ વાતાવરણ જેવી જ સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી (આકૃતિ). તેમણે બંધ ફ્લાસ્કમાં $CH_4, H_2, NH_3$ અને પાણીની વરાળને $800\,^oC$ તાપમાને મિશ્ર કરી ઇલેક્ટ્રોડ ગોઠવી વિદ્યુતઊર્જા મુક્ત કરાવી.
તેમણે જોયું કે તેમાં એમિનોએસિડનું નિર્માણ થયું હતું. આવું જ બીજા વૈજ્ઞાનિકોના આ પ્રકારના પ્રયોગોમાં જોવા મળ્યું. તેમાં શર્કરા, નાઈટ્રોજન બેઈઝ, રંજકદ્રવ્ય અને ચરબીનું નિર્માણ થયું.
પૃથ્વી પર પડેલ ઉલ્કાઓનું પૃથક્કરણ કરતાં આવાં દ્રવ્યો તેમાં પણ મળી આવે છે જે દર્શાવે છે કે કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હોવી જોઈએ. આવા મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક ઉદ્દવિકાસની વાતને વધતા કે ઓછા પ્રમાણમાં પ્રથમ સંકલ્પના તરીકે સ્વીકારેલ છે.