- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
અનુકૂલિત પ્રસરણ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
Option A
Option B
Option C
Option D
Solution

ડાર્વિન પોતાની યાત્રા દરમિયાન ગેલાપેગોસ ટાપુ ઉપર ગયા હતા. જ્યાં તેમને સજીવોમાં એક આશ્ચર્યચકિત કરતી વિવિધતા જોઈ. ખાસ કરીને નાનું કાળું પક્ષી કે જે પાછળથી ડાર્વિન ફિન્ચ (Darvin's Finches) કહેવાયુ તેણે તેમને ખૂબ આશ્ચર્યચકિત કર્યા હતા.
તેમણે તે જ ટાપુ ઉપર ઘણી જાતની ફિન્ચસ જોઈ. તેમણે અંદાજ મૂક્યો કે બધી જ જાતો તેની જાતે જ ટાપુ ઉપર ઉદ્દવિકાસ પામી છે. મૂળભૂત ફિન્ચનાં બીજઆહારી લક્ષણોની સાથે-સાથે અન્ય સ્વરૂપો માટે પણ તેમની ચાંચ વિકસિત થઈ કે જેણે તેમને કીટભક્ષી અને શાકાહારી ફિન્ચ બનાવી દીધી (આકૃતિ).
વિવિધ જાતિઓના ઉદ્દવિકાસની પ્રક્રિયાઓ આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો (નિવાસસ્થાનો) સુધી પ્રસરવાની પ્રક્રિયાને અનુકૂલિત પ્રસરણ (adaptive radiation) કહે છે.
Standard 12
Biology