- Home
- Standard 12
- Biology
જાતિનિર્માણની ઘટનામાં અસરકર્તા પરિબળો જણાવો.
Solution

સૂક્ષ્મ જીવો પરના પ્રયોગો દર્શાવે છે કે, પૂર્વ-અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે. કેટલીક પેઢીઓ પછી, તે જાતિનિર્માણમાં પરિણમે છે.
પ્રાકૃતિક પસંદગી એ પ્રક્રિયા છે કે જેમાં વારસાગમન થઈ શકે તેવી ભિન્નતાઓ જીવનને ટકાવી શકે છે અને વધુ પ્રજનનક્ષમ બને છે તથા મોટી સંખ્યામાં સંતતિ પેદા કરે છે. તર્ક આધારિત વિશ્લેષણ આપણને વિશ્વાસ અપાવે છે કે વિકૃતિના કારણે અથવા જનીનપ્રવાહને કારણે કે જનીનિક વિચલનને કારણે અથવા જનનકોષનિર્માણ દરમિયાન પુનઃ સંયોજનને કારણે સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિના ફેરફારમાં પરિણમે છે.
પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડીઓ પ્રજનનીક સફળતા વધારે છે અને નવી વસ્તી તરીકે સ્થાપિત થાય છે. પ્રાકૃતિક પસંદગી સ્થિરતા (જેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ / મૂલ્યો પ્રાપ્ત કરે છે), દિશાકીય ફેરફાર (ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ (મધ્યમ) લક્ષણ / મૂલ્યો ઉપરાંતનાં મૂલ્યો પ્રાપ્ત કરે છે) અથવા ભંગાણજનક (disruption) ઉદ્દવિકાસ (વિતરણ વક્ર (curve) ના બંને છેડાનાં લક્ષણોનું મૂલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત કરે) સ્થિતિ તરફ દોરી જાય છે