- Home
- Standard 12
- Biology
રસીકરણ વિશે માહિતી આપો.
Solution
રસીકરણ કે પ્રતિકારકતાનો સિદ્ધાંત પ્રતિકાર તંત્રની સ્મૃતિના ગુણ પર આધારિત છે. રસીકરણમાં રોગપ્રતિકારક પ્રોટીન (રોગકારકનું ઍન્ટીજેનિક પ્રોટીન) કે નિષ્ક્રિય/નબળા રોગકારક (રસી) તૈયાર કરી શરીરમાં દાખલ કરાય છે. આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકોની અસર નાબૂદ કરે છે. આ રસી પણ સ્મૃતિ આધારિત $B$ અને $T-$ કોષો સર્જે છે.
જે રોગકારકોને ઝડપથી ઓળખી, વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી હુમલાખોર ઍન્ટીજનને હરાવી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ એવા કોઈ ઘાતક જીવાણુઓથી સંક્રમિત થાય છે ત્યારે તેને તાત્કાલિક ધોરણે ઍન્ટીબોડીની આવશ્યકતા હોય છે; જેમકે ટિટેનસ (ધનુર)માં, વ્યક્તિના શરીરમાં તૈયાર ઍન્ટીબોડી (પ્રતિદ્રવ્ય) કે ઍન્ટીટોક્સિન વિષકારક પદાર્થ દાખલ કરવામાં આવે છે.
સર્પદંશ જેવા કિસ્સામાં પણ રોગિષ્ઠને જે ઈજેક્શન આપવામાં આવે છે તેમાં સર્પવિષ (venom) વિરુદ્ધ તૈયાર કરેલ ઍન્ટીબોડી હોય છે. આ પ્રકારની પ્રતિકારકતાને નિષ્ક્રિય પ્રતિકારકતા (passive immunisation) કહેવાય છે.
પુનઃસંયોજિત $DNA$ ટેક્નોલૉજી દ્વારા જીવાણુ કે યીસ્ટમાં રોગકારકની ઍન્ટીજેનિક પોલીપેટાઈડ શંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. આ રીતે રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે અને તેથી પ્રતિકારકતાના હેતુસર રસીની ઉપલબ્ધિ ખૂબ વધી છે, ઉદાહરણઃ હિપેટાઇટીસ $-\,B$ ની રસી યીસ્ટમાંથી બનાવવામાં આવે છે.