English
Hindi
7.Human Health and Disease
medium

શા માટે કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવ જોવા મળે છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

કિશોરાવસ્થાનો અર્થ “એક સમયગાળો” અને 'એક પ્રક્રિયા' બને છે, જે દરમિયાન એક બાળક પોતાની વર્તણૂક અને માન્યતા અનુસાર સમાજમાં જાતે પ્રભાવીપણે સહભાગી બની શકવા પરિપક્વ બને છે. વ્યક્તિની ઉંમરના $12$ થી $18$ વર્ષ વચ્ચેના સમયને તરુણાવસ્થા કહે છે. બીજા શબ્દોમાં, તરુણાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થાને જોડનાર સેતુ છે. તરુણાવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફાર જોવા મળે છે. આમ, તરુણાવસ્થા એ વ્યક્તિનો માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસનો ઘણો સંવેદનશીલ તબક્કો છે.

          જિજ્ઞાસા, સાહસ અને ઉત્તેજના પ્રત્યે આકર્ષણ તથા પ્રયોગ કરવાની ઇચ્છા વગેરે આવાં સામાન્ય કારણો છે જે કિશોરોને નશાકારક પદાર્થો તેમજ આલ્કોહૉલના સેવન માટે મજબૂર કરે છે. બાળકની પ્રાકૃતિક જિજ્ઞાસા આવા પ્રયોગ માટે તેને પ્રેરિત કરે છે.

નશાકારક પદાર્થો અને આલ્કોહૉલના પ્રભાવને ફાયદાના રૂપમાં જોવાથી સમસ્યા વધુ જટિલ બની જાય છે. પછી તરુણો સમસ્યાથી નાસી છૂટવા તેનો ઉપયોગ કરવા લાગે છે. કેટલાક તરુણો ભણતરમાં અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકતા તણાવ અને દબાણ હેઠળ કેફી પદાર્થ અને દારૂ પીવાનું શરૂ કરે છે. યુવાનોમાં એવી માન્યતા પણ છે કે ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થો કે આલ્કોહોલનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માટે ધીરગંભીરતા (cool) કે પ્રગતિશીલતા (progressive)નું પ્રતીક છે.

આ બધી આદતો જ સેવન કરવા માટેનું મુખ્ય કારણ છે. ટેલિવિઝન, ચલચિત્રો, સમાચારપત્રો, ઈન્ટરનેટ જેવાં માધ્યમો પણ તેને વેગ આપે છે. કિશોરોમાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવનાં અન્ય કારણોમાં, કુટુંબકીય અસ્થિરતા કે એકબીજાને સહારો આપવાનો અભાવ તથા સમવયસ્કોના દબાણના અભાવનો પણ સમાવેશ થાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.