પરોપજીવન વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવો.
જીવનનો પરોપજીવી પ્રકાર (રીત) એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે, (ensures free lodging and meals) તો એ આશ્ચર્યની વાત નથી કે પરોપજીવન એ વનસ્પતિઓથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી આટલા ઘણા વર્ગીકરણીય સમૂહમાં વિકસિત થયું છે.
ઘણા પરોપજીવીઓ એ વિશિષ્ટ યજમાન (host-specific)ની જાતિઓ પ્રમાણે વિકસિત થયા છે (એ પરોપજીવી કે જેઓ યજમાનની ફક્ત એક જ જાતિ પર પરોપજીવી જીવન ગુજારે છે). આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે; એટલે કે જો યજમાન એ પરોપજીવીનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા (rejecting or resisting) માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે છે તો એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે, પરોપજીવીએ તેની (યજમાનની) ક્રિયાવિધિને નિષ્ફળ તથા બિનઅસરકારક (counteract and neutralize) કરવા માટેની ક્રિયાવિધિ વિકસિત કરવી પડશે.
તેમની જીવનશૈલી (life style)ને અનુરૂપ પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે જેવા કે જરૂર ન હોય તેવાં સંવેદી અંગો ગુમાવવા (loss of unnecessary sense organs), યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરિય અંગો કે ચૂષકોની હાજરી (presence of adhesive organs or suckers to cling on to the host), પાચનતંત્રનો લોપ તથા ઉચ્ચ પ્રજનન-ક્ષમતા (loss of digestive system and high reproductive capacity). પરોપજીવીનું જીવનચક્ર ઘણી વાર જટિલ હોય છે જેમાં એક કે બે મધ્યસ્થ યજમાનો કે વાહકો (intermediate host or vectors) સામેલ હોય છે જે તેના પ્રાથમિક યજમાનના પરોપજીપણા (parasitisation)ને સુલભ (સાનુકૂળ-facilitate) બનાવે છે.
માનવયકૃત કૃમિ (ટ્રીમેટોડ પરોપજીવી- a trematode parasite) તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો (ગોકળ ગાય અને માછલી-a snail and a fish) પર આધાર રાખે છે. મેલેરિયા પરોપજીવીને બીજા યજમાનો પર ફેલાવા (પ્રસરાવા-spread) માટે રોગવાહક (મચ્છર mosquito)ની આવશ્યકતા રહે છે. મોટા ભાગના પરોપજીવીઓ, યજમાનને નુકસાન પહોંચાડે છે; તેઓ યજમાન (પરપોષી)ની ઉત્તરજીવિતા (ચિરંજીવિતા-survival), વૃદ્ધિ (growth) અને પ્રજનન (reproduction)માં ઘટાડો કરી શકે છે તથા તેની વસ્તીગીચતાને પણ ઘટાડી શકે છે.
તેઓ યજમાનને શારીરિક રીતે કમજોર (physically weak) બનાવીને, પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત (more vulnerable) બનાવી શકે છે. શું તમે એવું માનો છો કે, એક આદર્શ પરોપજીવી (ideal parasite)એ, યજમાનને હાનિ પહોંચાડ્યા સિવાય વૃદ્ધિ પામવા સક્ષમ થવું જોઈએ
યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહારપૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવીઓને બાહ્ય પરોપજીવીઓ (ectoparasites) કહેવાય છે. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ મનુષ્યો પર જૂ (lice)નો સમૂહ અને કૂતરાઓ પર બગાઈઓ (ticks) છે.
ઘણી સામુદ્રિક માછલીઓ બાહ્ય પરોપજીવી અરિત્રપાદ (કોર્પેપોડ્સ-copepods) દ્વારા અસરગ્રસ્ત થાય છે. અમરવેલ (Cuscuta) એક પરોપજીવી વનસ્પતિ છે જે સામાન્યતઃ વાડ (hedge)માં ઊગતી વનસ્પતિઓ પર વૃદ્ધિ કરે છે. ઉદ્વિકાસ દરમિયાન તેને હરિતદ્રવ્ય અને પર્ણો (chlorophylland leaves) ગુમાવી દીધાં છે.
તે યજમાન વનસ્પતિમાંથી તેનું પોષણ મેળવે છે કે જે તેનું પરોપજીવીપણું છે. માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતો નથી, તેમ છતાં પ્રજનન માટે તેને આપણા લોહીની જરૂર પડે છે.
તેની વિરુદ્ધમાં, અંતઃપરોપજીવીઓ (endoparasites) એવા છે કે જેઓ યજમાન સજીવનાં શરીરમાં વિવિધ સ્થાનો (યકૃત-liver, મૂત્રપિંડ-kidney, ફેફસાં-lungs, લાલ રુધિર કોષો-red blood cells વગેરે)એ રહે છે. તેમનાં અત્યંત વિશિષ્ટીકરણ (extreme specialization)ને કારણે અંતઃપરોપજીવીઓનું જીવનચક્ર ખૂબ જ જટિલ (more complex) છે. તેમના બાહ્યકારકીય અને અંતઃસ્થરચનાકીય લક્ષણો અત્યાધિક સરળ (greatly simplified) છે, છતાં તેમની પ્રજનનશક્તિને બળ આપે છે.
પક્ષીઓમાં અંડ પરોપજીવન (brood parasitism) એ પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ (fascinating example) છે કે જેમાં પરોપજીવી પક્ષી પોતાનાં ઈંડાં તેના યજમાનના માળા (nest)માં મૂકે છે અને યજમાનને એ ઈડા સેવવા (incubate) દે છે.
ઉર્વિકાસ-પ્રક્રિયા દરમિયાન, પરોપજીવીનાં ઈંડાં કદ અને રંગમાં યજમાનનાં ઈડાંની સાથે મળતા આવે છે તેથી યજમાનનાં ઈડાની સાથે જ વિકસિત થઈ જાય તો યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈડાને શોધી કાઢવાની તથા માળામાંથી તેમને નીકળી જવા માટેની તક ઓછી થઈ જશે. તમારી આસપાસના ઉદ્યાનમાં પ્રજનનઋતુ (વસંત ઋતુથી ગ્રીષ્મ ઋતુ-spring to summer) દરમિયાન કોયલ (cuckoo)ની ગતિવિધિઓને અનુસરો અને અંડ પરોપજીવનની ક્રિયા થતી જુઓ.
નીચેનામાંથી કઈ વનસ્પતિ પરભક્ષી સામેનાં રક્ષણ માટે વિવિધ રચના વિકસાવે છે ?
અંડ પરોપજીવન નીચેનામાંથી................માં જોવા મળે છે ?
ખોરાક, પ્રકાશ અને અવકાશ માટે સ્પર્ધા તીવ્રતા રીતે $....$ વચ્ચે જોવા મળે છે.
....... એ દર્શાવ્યું કે એક ઝાડ પર રહેતી ફુદકીઓ(Warblers)ની પાંચ નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી.
પરોપજીવનને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.