એક કણ સીધી મુસાફરીના અંતરનો અડધો ભાગ ઝડ૫ $6 \,m / s$ સાથે કાપે છે. અંતરનો બાકીનો ભાગ $2 \,m / s$ ઝડપ સાથે બાકીની મુસાફરીના અડધા સમય અને બીજા અડધા સમય માટે $4 \,m / s$ સાથે આવરી લે છે. કણોની સરેરાશ ગતિ ............. $m / s$ થાય ?
સ્થિર સ્થિતિમાંથી કાર $a$ પ્રવેગથી $t=0$ થી $t=T$ સુધી ગતિ કરે છે.પછી પ્રતિપ્રવેગથી સ્થિર થઇ જાય છે તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય?
એક ટ્રેન વિરામસ્થિતિમાંથી પ્રથમ નિયમિત પ્રવેગથી $t$ સમયમાં $80 \mathrm{~km} / \mathrm{h}$ ની ઝડપ પ્રાપ્ત કરે છે ત્યારબાદ તે $3 t$ સમય માટે અચળ ઝડપથી ગતિ કરે છે. આ સમયગાળાની મુસાફરી દરમિયાન ટ્રેનની સરેસાશ ઝડપ ($km/h$માં). . . . . .હશે.
સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પૈકી કોણ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે ?
આકૃતિમાં અચળ દિશામાં ગતિ કરતાં કણ માટે ઝડપ-સમયનો આલેખ દર્શાવેલ છે. જેમાં ત્રણ સમાન સમયગાળા દર્શાવ્યા છે. ક્યા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ હશે ? કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ હશે ? પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી, ત્રણેય સમયગાળાને અનુરૂપ છે અને $v$ નાં ચિહ્ન જણાવો. $A, B, C$ અને $D$ બિંદુ પર પ્રવેગ શું હશે ?