એક કાર પ્રથમ અડધુ અંતર $40\, kmph$ ની ઝડપે અને બાકીનું અડધું અંતર $60\, kmph$ ની અચળ ઝડપે કાપે છે. આ કારની સરેરાશ ઝડપ ($kmph$ માં) કેટલી થશે?
$40$
$60$
$48$
$50$
કણ માટે સ્થાન-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. $t=0$ થી શરૂ કરીને, ........ $s$ સમય $t$ એ, સરેરાશ વેગ શૂન્ય થશે?
એક ટ્રેન વિરામસ્થિતિમાંથી પ્રથમ નિયમિત પ્રવેગથી $t$ સમયમાં $80 \mathrm{~km} / \mathrm{h}$ ની ઝડપ પ્રાપ્ત કરે છે ત્યારબાદ તે $3 t$ સમય માટે અચળ ઝડપથી ગતિ કરે છે. આ સમયગાળાની મુસાફરી દરમિયાન ટ્રેનની સરેસાશ ઝડપ ($km/h$માં). . . . . .હશે.
એક વ્યક્તિ સુરેખ માર્ગે $5 \;km h ^{-1}$ની ઝડપે તેના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા માર્કેટમાં જાય છે. પરંતુ માર્કેટને બંધ જુએ છે, તે તરત જ $7.5 \;km h ^{-1} .$ની ઝડપે ઘરે પાછો ફરે છે તો, સમયગાળા $0$ થી $50\; min$ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે ?
એક વ્યક્તિ સુરેખ માર્ગે $5 \;km h ^{-1}$ની ઝડપે તેના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા માર્કેટમાં જાય છે. પરંતુ માર્કેટને બંધ જુએ છે, તે તરત જ $7.5 \;km h ^{-1} .$ની ઝડપે ઘરે પાછો ફરે છે તો, સમયગાળા $0$ થી $30\; min$ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે ?