પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ જ્યારે તેની અવધિ કરતાં અડધું અંતર કાપે ત્યારે તે મહત્તમ ઊંચાઈએ હોય તે બિંદુએ સ્થાનાંતર વિરુધ્ધ સમયનો આલેખ કેવો મળે?
એક વિમાન $1960 \,m$ ઊંચાઇ પર $360 \,km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે. $A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા જમીન પર આવતા કેટલા.........$sec$ નો સમય લાગે?
એક લડાકુ વિમાન અમુક ઊંચાઈએ સમકક્ષિતિજ રીતે $200 \,ms ^{-1}$ ની ઝડપપી ઉડી રહ્યું છે. તે anti-aircraft gun ની બરાબર ઉપરથી પસાર થાય છે. જો આ ગન દ્વારા લડાકુ વિમાનને ગોળી મારવી હોય તો, સમક્ષિતિજથી,........... ડીંગ્રી એ ગોળી છોડવી પડશે. બુલેટ (ગોળી) ની ઝડ૫ $400 \,m / s$ છે.
એક વ્યક્તિ ઊંચા મકાનની છત પર સમક્ષિતિજ દિશામાં દોડીને આ મકાનથી ઓછી ઊંચાઈવાળા મકાનની છત પર કૂદકો મારીને આવે છે. જો વ્યક્તિની ઝડપ $9 \,ms^{-1}$ હોય અને બંને મકાનો વચ્ચેનું સમક્ષિતિજ અંતર $10\, m$ હોય તથા બંને મકાનોની છતની ઊંચાઈનો તફાવત $9\, m$ હોય તો શું આ વ્યક્તિ એક છત પરથી બીજી છત પર કુદકો મારીને આવી શકશે ? $(g = 10 \,m/s^2 $ છે $)$
એક બાળક જમીનથી $10\;m$ ઊંચાઈએ રહેલા ખડકની ધાર પર ઊભો છે અને $5\,ms ^{-1}$ ની પ્રારંભિક ઝડપથી પથ્થર સમક્ષિતિજ ફેંકે છે. હવાના અવરોધને અવગણતા, પથ્થર જમીન સાથે કેટલાના વેગથી ($m/sec$ માં) અથડાશે? (આપેલ $g =10\,ms ^{-2}$)