દોરીના છેડે બાંધેલા પથ્થરને વર્તુળ માર્ગે ગતિ કરાવવામાં આવે છે. દોરી તૂટી જતાં પથ્થર તે બિંદુએ સ્પર્શકની દિશામાં કેમ ગતિ કરે છે ?
વર્તુળ માર્ગે ગતિ કરતાં પથ્યરનો વેગ હંમેશાં સ્પર્શકની દિશામાં હોય છે.
દોરી તૂટી જતાં પથ્થર પર કેન્દ્રગામી બળ લાગતું નથી. જડત્વના કારણે ગતિમાન પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ ચાલુ રાખે છે.
એક કણ ગતિની શરૂઆત કરીને $r$ ત્રિજયાના વર્તુળમાં ગતિ કરે છે.તે તેના $n$ માં પરિભ્રમણ દરમિયાન $\mathrm{V}_{0} \;\mathrm{m} / \mathrm{s}$ વેગ પ્રાપ્ત કરે છે.તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?
એક કણ $R$ ત્રિજયાના વર્તુળ પર અડધું પરિભ્રમણ અચળ ઝડપથી કરે,ત્યારે
પદાર્થ માટે કોણીય વેગ $\mathop \omega \limits^ \to \,\, = \,\,\hat i\,\, - \,\,2\hat j\,\, + \;\,3\hat k$ અને ત્રિજ્યા સદિશ $\mathop r\limits^ \to \,\, = \,\hat i\,\, + \,\hat j\,\, + \;\,\hat k$ હોય તો વેગ શું હશે ?
એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ $\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y$ અનુસાર આપવામાં આવે છે.અહીં $\omega $ અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
$(a)$ કોઈ વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની લંબાઈ $(b)$ કોઈ સમતલ ક્ષેત્રફળ $(c)$ કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય? સમજાવો.