વજન $W$ અને ત્રિજ્યા $5\, cm$ ધરાવતા એક નિયમિત ગોલકને એક દોરી સાથે આકૃતિ માં બતાવ્યા મુજબ બાંધેલો છે. તો દોરીમાં તણાવ કેટલું હશે?
બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.
બળના મુખ્ય પ્રકારોના ઉદાહરણ આપી સમજાવો.
ગતિ અંગેનો ગેલિલિયોનો ઢળતાં સમતલોનો પ્રયોગ વર્ણવો.
નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા (પરિણામી) બળનાં માન અને દિશા જણાવો :
$(a)$ અચળ ઝડપથી નીચે પડતા વરસાદનાં ટીંપા પર
$(b)$ પાણી પર તરતા $10\, g$ દળના બૂચ પર
$(c)$ આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર
$(d)$ ખરબચડા રસ્તા પર $30\, km/h$ ના અચળ વેગથી ગતિ કરતી કાર પર
$(e)$ બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઈલેક્ટ્રોન પર