$E_k$ ગતિઊર્જા ધરાવતો પૂર્ણ રીતે સખત બિલીયર્ડનો બોલ તેના જેવાં જ બીજા સ્થિર બોલ સાથે સંઘાત (અથડાય) પામે છે. સંઘાત પછી પ્રથમ બોલની ગતિઉર્જા $E'_k$ બને છે. તો, ત્યારે.....
$E'_ K = E_K$
$E'_K > E_K$
$E'_K < E_K$
$E'_K = E^2_K$
$h$ ઊંચાઇ પરથી દડાને મુકત કરવામાં આવે છે,જો રેસ્ટીટયુશન ગુણાંક $e $ હોય,તો દડો સ્થિર થાય, ત્યાં સુધી કુલ કેટલું અંતર કાપશે?
$2kg$ ના પદાર્થનો વેગ $36km/h$ છે. $3kg$ ના સ્થિર રહેલા પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક સંધાત થાય,તો ગતિઊર્જામાં થતો ઘટાડો.....$J$
$32 m $ ઊંચાઇ પરથી દડાને મુકત કરવામાં આવે છે,જો રેસ્ટીટયુશન ગુણાંક $0.5 $ હોય,તો બીજી અથડામણ પછી દડો કેટલા .............. $m$ ઊંચાઈ પ્રાપ્ત કરશે?
$0.1 kg $ નો એક બોલ પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલાં અજ્ઞાત દળના બોલ સાથે હેડઓન સંઘાત અનુભવે છે. જો $0.1 kg$ નો બોલ તેની મૂળ ઝડપ ના $1/3$ ઝડપે પાછો ફરે છે. બીજા બોલનું દળ .......... $kg$ હશે.
$10\, kg$ દળ ધરાવતો દડો $10 \sqrt{3}\, ms ^{-1}$ ના વેગથી $X-$ અક્ષ પર ગતિ કરે છે. તે બીજા સ્થિર રહેલા $20\, kg$ દળાના દડાને અથડાય છે. અથડામણ પછી પ્રથમ દડો સ્થિર થાય છે અને બીજો દડાના બે સમાન ટુકડા થાય છે. એક ટુકડો $10\, m / s$ ના વેગથી $Y-$ અક્ષ પર ગતિ કરે છે અને બીજો ટુકડો $X-$અક્ષ સાથે $\theta$ ના ખૂણે $20\, m / s$ ના વેગથી ગતિ કરે છે. તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?