- Home
- Standard 11
- Chemistry
ઓઝોન ઝેરી વાયુ છે અને પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. છતાં પણ સમતાપ આવરણમાં તે જરૂરી છે. જો સમતાપ આવરણમાંથી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય તો શું થાય - સમજાવો.
Solution
પૃથ્વીના વાતાવરણમાં આવેલા સમતાપ આવરણમાં આવેલ ઓઝોન એ કુદરતી બક્ષિસ છે. પૃથ્વીની સપાટીથી $20$ થી $35 \mathrm{~km}$ સુધીના વિસ્તારમાં ઓઝોન સ્તર વિસ્તરેલું છે. સૂર્યમાંથી નીકળતા હાનિકારક પારજંબલી કિરણોથી ઓઝોન સ્તર પૃથ્વીને બચાવે છે.
ઓઝોન સ્તરમાં ગાબડું એ સમગ્ર જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. ઓઝોનની માત્રામાં $5\%$ જેટલા ધટાડાને કારણે ચામડીના કૅન્સરમાં $20 \%$ જેટલો વધારો થઈ શકે છે. આંખના રોગ જેવા કે આંખમાં મોતિયો આવવો જેવા રોગ માટે પારજાંબલી કિરણ પણ જવાબદાર છે.
તેના કારણે આનુવંશિક પરિવર્તન આવે છે અને પાકને પણ્ નુક્સાન થાય છે. તથા તે બીજ વનસ્પતિને પણ નુક્સાન પહોંચાડે છે. પારજાંબલી કિરણો જળ જવસૃષ્ટિ તથા જળચર વનસ્પતિને પણ અસર કરે છે.
Similar Questions
વિભાગ $-I$ માં આપેલા પ્રદૂષકોને વિભાગ $-II$ માં આપેલી તેની અસરો સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$ સલ્ફરના ઑક્સાઇડ | $(1)$ ગ્લોબલ વૉર્મિંગ |
$(B)$ નાઇટ્રોજન ડાયૉક્સાઇડ | $(2)$ કિડનીને નુકસાન |
$(C)$ કાર્બન ડાયોક્સાઇડ | $(3)$ બ્લ્યુબેબીનાં લક્ષણો |
$(D)$ પીવાના પાણીમાં નાઇટ્રેટ | $(4)$ શ્વસન માર્ગને લગતા રોગો |
$(E)$ લેડ (સીસું) | $(5)$ ટ્રાફિકવાળા અને ભરચક વિસ્તારમાં લાલ ઝાકળ દેખાવી |