- Home
- Standard 11
- Chemistry
શાળાનાં એક શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વનસ્પતિશાસ્ત્રનાં એક વિધાર્થીએ એક ગામમાં સુંદર તળાવ જોયું. તેણે ત્યાંથી ઘણી વનસ્પતિ પણ લીધી. તેણે જોયું કે ગામના લોકો ત્યાં કપડાં ધોઈ રહ્યા હતા અને કેટલીક જગ્યાએ ઘરનો કચરો તેનાં સૌંદર્યને બગાડી રહ્યો હતો.
થોડા વર્ષો પછી તેણે તે તળાવની ફરીવાર મુલાકાત લીધી. તેણે જોયું કે તળાવ આખું શેવાળથી ભરેલું હતું અને ખરાબ દુર્ગધ તેમાંથી આવી રહી હતી અને તેનું પાણી અનુપયોગી બની ગયું હતું. તમે તળાવની આવી દુર્દશા વર્ણવી શકો છો ?
વિચાર વિમર્શ :
ઉપરની ઘટના એ યુટ્રોફિકેશનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં નકામો કચરો જ્યારે પાણીમાં પ્રવેશે છે ત્યારે આલ્ગી (શેવાળ)નું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધે છે અને તેને કારણે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે.
Solution
તળાવની આ હાલત માટે યુટ્રોફિકેશન પ્રક્રિયા જવાબદાર છે. સામાન્ય ક્ચરો અને ડિટરજન્ટ જેવા કાર્બનિક પદાર્થો વનસ્પતિને પોષણ પૂરું પડે છે જે જળચર વનસ્પતિને અને શેવાળ (આલ્ગી)ની વૃદ્ધિ માટે જવાબદાર છે.
જે બેક્ટેરિયાની વૃદ્ધિ વડે વિઘટન પામે છે. જે ખરાબ વાસ ધરાવે છે અને તળાવની સુંદરતાને નુક્સાન પહોંચાડે છે.