બાયોડિગ્રેડેબલ અને નોન-બાયોડિગ્રેડેબલ પ્રદૂષકો શું છે ?
બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા જેનું વિધટન થાય તેને બાયોડિગ્રેડેબલ પ્રદૂષક કહે છે. દા.ત.., ગટર, ગાયનું છાણ,ફળ, શાકભાજી વગેરે. બેક્ટેરિયા દ્વારા જેનું વિધટન ન થાય તેમને નોન-બાયોડિગ્રેબલ પ્રદૂષકો કહે છે. દા.ત., પારો, એલ્યુમિનિયમ, કોપર, લેડ, ડીડીટી વગેરે.
ગ્રીન હાઉસ અસર એટલે શું ?
ધૂમ્ર -ધુમ્મસ એટલે શું? પારંપારિક ધૂમ્ર-ધુમ્મસ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસથી કેવી રીતે જુદું પડે છે ?
ઓઝોન ઝેરી વાયુ છે અને પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. છતાં પણ સમતાપ આવરણમાં તે જરૂરી છે. જો સમતાપ આવરણમાંથી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય તો શું થાય - સમજાવો.
ખાલી જગ્યા પૂરો :
$(1)$ ફ્લોરાઇડની ઊણપ ............. માટે જવાબદાર છે.
$(2)$ પીવાના પાણીમાં લેડના પ્રમાણની સીમા .... છે.
$(3)$ પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા .. છે.
$(4)$ .......... અને ......... રસાયણો ચેતાતંત્ર માટે વિષ તરીકે વર્તે છે.
શું તમે તમારા વિસ્તારમાં જળપ્રદૂષણ જોયું છે ? તેને નિયંત્રિત કરવા તમે શું સૂચવો છો ?