ગામની નજીક એક કારખાનું શરૂ કરવામાં આવ્યું. તરત જ ગામના રહીશોને વાતાવરણમાં અનિચ્છનીય વાયુના અનુભવ થવા લાગ્યા અને તેને કારણે માથાનો દુખાવો, છાતીનો દુખાવો, શરદી, ગળું સૂકાવું, શ્વાસની તકલીફો વધવા લાગી. ગામના રહીશો આ તકલીફ માટે કારખાનાની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને કારણભૂત બતાવવા લાગ્યા. ત્યાં શું થયું હશે તે વર્ણવો અને તમારી સમજૂતીને લગતા રાસાયણિક સમીકરણ આપો.
ગામના રહીશોમાં જે અસરો જોવા મળે છે તે દર્શાવે છે કે કારખાનાની ચીમનીમાંથી નાઈટ્રોજન ઑક્સાઈડ અને સલ્ફર ઓક્સાઈડ વાયુ બહાર નીકળે છે. ગૅસોલીન, કોલસો અને કુદરતી વાયુના દહનથી આ વાયુઓ ઉત્પન્ન થાય છે.ઓટોમોબાઈલ એન્જિનમાં જ્યારે ઊંંચા તાપમાને અશ્મિગત બળતણનું દહન થાય છે ત્યારે તેમાંથી ડાયનાઈટ્રોજન અને ડાયઑક્સીજન વાયુ મળે છે જે ભેગા મળીને નાઈટ્રિક ઓક્સાઈડ $NO$ આપે છે.
$\mathrm{N}_{2}+\mathrm{O}_{2} \stackrel{1200-1500^{\circ} \mathrm{C}}{\longrightarrow} 2 \mathrm{NO}$
$2 \mathrm{NO}+\mathrm{O}_{2} \stackrel{1100^{\circ} \mathrm{C}}{\longrightarrow} 2 \mathrm{NO}_{2}$
સલ્ફરયુક્ત અશ્મિગત બળતણનાં દહનથી અથવા આર્યન પાઈરાઈટ્સ અથવા કોપર પાઈરાઈટ્સ જેવી સલ્ફાઇડની કાચી ધાતુના ભૂંજન દ્વારા $\mathrm{SO}_{2}$ વાયુ ઉત્પન્ન થાય છે.
$\mathrm{Cu}_{2} \mathrm{~S}+\mathrm{O}_{2} \rightarrow 2 \mathrm{Cu}+\mathrm{SO}_{2}$
જમીન પ્રદૂષણ માટે જવાબદાર શું છે ?
પીવાના પાણીના આંતરરાષ્ટ્રીય ધોરણો વિશે ટૂંકમાં સમજૂતી આપો.
ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા ધૂમ-ધુમ્મસના નામ આપો.
ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ?
વાયુમય હવા પ્રદૂષકોમાં શેનો શેનો સમાવેશ થાય છે ?