ઉદ્દીપકની ગેરહાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર એ એક ધીમી પ્રક્રિયા છે. પરંતુ વાતાવરણમાં આ પ્રક્રિયા સરળતાથી થાય છે. તે કેવી રીતે થાય તે વર્ણવો. $SO_2$ માંથી $SO_3$ ની બનાવટનાં સમીકરણો લખો.
$\mathrm{SO}_{2}$ નું $\mathrm{SO}_{3}$ માં રૂપાંતર પ્રકાશરાસાયણિક રીતે અથવા બિનપ્રકાશરાસાયણિક પ્રક્રિયા દ્વારા થાય છે. પારજાંબલી વિભાગની નજીક $\mathrm{SO}_{2}$ નાં અણુઓ પ્રકાશરાસાયણિક રીતે ઓઝોન સાથે જોડય છે.
$\mathrm{SO}_{2}+\mathrm{O}_{3} \stackrel{h v}{\longrightarrow} \mathrm{SO}_{3}+\mathrm{O}_{2}$
$2 \mathrm{SO}_{2}+\mathrm{O}_{2} \stackrel{h v}{\longrightarrow} 2 \mathrm{SO}_{3}$
ધૂળના રજકણોની હાજરીમાં ઓક્સિજનના આણુ સાથે પ્રક્રિયા કરીને $\mathrm{SO}_{2}$ વાયુ બિનપ્રકાશરાસાયણિક રીતે $\mathrm{SO}_{3}$ માં ફેરવાય છે. $2 \mathrm{SO}_{2}+\mathrm{O}_{2} \stackrel{\text { }}{\longrightarrow} 2 \mathrm{SO}_{3}$
સૂર્યપ્રકાશની હાજરીમાં $\mathrm{NO}_{2}$ નું પ્રકાશરાસાયણિક વિધટન થઈને $\mathrm{NO}$ અને $\mathrm{O}$ મળે છે.
$\mathrm{NO}_{2} \stackrel{h v}{\longrightarrow} \mathrm{NO}+[\mathrm{O}]$
ઓક્સિજન પરમાણુ એ ખુબ જ સક્રિય ઘટક છે.તે દ્રીપરમાણ્વીય ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓઝોન બનાવે છે.
$\mathrm{O}_{2}+\mathrm{O}+2 \rightarrow \mathrm{O}_{3}+2$
જ્યાં, $2$ એ નાઈટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ છે. આ $\mathrm{O}_{3}$ ધુમ્મસનાં નિર્માણ દરમિયાન ઉત્પન્ન થાય છે.
નીંદામણ નાશકોના બે નામ આપો.
$UV$ વિકિરણોની હાજરીમાં, મૂલક (રેડીકલ) કે જે ઓઝોનના ગાબડા માટેનું મુખ્યત્વ કારણ છે તે શોધો.
વાતાવરણમાં રહેલા ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે ?
ફ્રિઓનના ઉપયોગો લખો.
એસિડ વર્ષા એટલે શું ? વાતાવરણીય પ્રદૂષકો દ્વારા એસિડ વર્ષાનું નિર્માણ સમજાવો.