English
Hindi
Environmental Study
hard

લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન આપે છે છતાં પણ કાર્બન ડાયોક્સાઇડને ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર ગણવામાં આવે છે. - શાથી ? 

Option A
Option B
Option C
Option D

Solution

કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંના કુદરતી ધટક છે અને તે વનસ્પતિના તમામ સ્વરૂપો માટે આવશ્યક છે. તેનું પ્રમાણ આશરે વાતાવરણના કદના $0.033 \%$ જેટલુ છે. જીવનસૃષ્ટિ માટે જરૂરી તાપમાન જાળવવા તે મદદરૂપ છે.

વાતાવરણમાં $\mathrm{CO}_{2}$ નું પ્રમાણ જળવાઈ રહે છે. કારણ કે તે શ્વસન દરમિયાન અશ્મિગત બળતણના દહનથી ચૂનાના પથ્થરના વિઘટન દ્વારા મુક્ત થાય છે પરંતુ સાથે સાથે તે વનસ્પતિ દ્વારા પ્રકાશસંશ્લેપણ દરમિયાન વપરાય છે.

જોકે માનવ પ્રવૃત્તિઓ દ્વારા આ સંતુલનને ખલેલ પહોંચે છે અને વાતાવરણમાં $\mathrm{CO}_{2}$ નું સ્તર વધી જાય છે. આમ થવાનું કારણ વધુ પડતો અશ્મિગત બળતણનો ઉપયોગ, જંગલોનો નાશ અને ઔદ્યોગિકરણ છે. એવું અનુમાન કરવામાં આવ્યું છે

કે છેલ્લી સદીમાં લગભગ $25 \%$ જેટલુ $\mathrm{CO}_{2}$ નું પ્રમાણ વધ્યું છે.

લગભગ છેલ્લા $120$ વર્ષ દરમિયાન પૃથ્વીના તાપમાનમાં લગભગ $0.4^{\circ} \mathrm{C}$ થી $0.8^{\circ} \mathrm{C}$ સુધીનો વધારો જોવા મળ્યો છે.

વર્તમાન અંદાજ પ્રમાણે $\mathrm{CO}_{2}$ ની માત્રા બમણી કરવાથી $1.0^{\circ} \mathrm{C}$ થી $3.5^{\circ} \mathrm{C}$ જેટલો તાપમાનમાં વધારો થશે. ગ્રીન હાઉસ અસરમાં $\mathrm{CO}_{2}$ નો ફાળો $50 \%$ જેટલો છે જ્યારે બીજા બધા વાયુઓનો ફાળો પણ $50 \%$ જેટલો છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.