રોજિંદા જીવનમાં હરિયાળું રસાયણવિજ્ઞાનનો ઉપયોગ જણાવો.
$(i)$ કપડાના ડ્રાયક્લિનિંગમાં : ટેટ્રાક્લોરોઈથિન $\left(\mathrm{Cl}_{2} \mathrm{C}=\mathrm{CCl}_{2}\right)$ કપડાના ડ્રાયક્લિનિંગમાં દ્રાવક તરીકે વધુ વપરાતો હોવાથી ભૌમજલને પ્રદૂષિત કરે છે અને કેન્સર પ્રેરક છે. તેથી તેના ઉપયોગને બદલે હાલમાં પ્રવાહીકૃત કાર્બનડાયોક્સાઇડનો અનુકૂળ ડિટરઝન્ટ સાથે ડ્રાયક્લિનિંગમાં ઉપયોગ કરાય છે.
હેલોજનયુક્ત દ્રાવક્ને બદલે પ્રવાહીકૃત $\mathrm{CO}_{2}$ ના ઉપયોગથી ભૌમજલ ઓછું પ્રદૂષિત થાય છે.
હાઈડ્રોજન પેરોક્સાઈડ $\left(\mathrm{H}_{2} \mathrm{O}_{2}\right)$ નો ઉપયોગ કપડાં ધોવામાં બ્લીચિંગ એજન્ટ તરીકે થાય છે. જેથી ઓછા પાણીની વપરાશથી સારું પરિણામ મળે છે.
$(ii)$ કાગળના વિરંજનમાં : કાગળના વિરંજન માટે ક્લોરિન ગેસ ઉપયોગમાં લેવાતો હતો. જ્યારે હાલ હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ થાય છે. હાજરીમાં કરવામાં આવે તો $90 \%$ ઈથેનોલ મળે છે.
$(iii)$ રસાયણોનું સંશ્લેષણ : ઔદ્યોગિક રીતે ઈથિનું એક તબક્કામાં ઓક્સિડેશન આયનીય ઉદીપક અને જલીય માધ્યમ હાજરીમાં કરવામાં આવે તો $90 \%$ ઈથેનોલ મળે છે.
$\mathrm{CH}_{2}=\mathrm{CH}_{2}+\mathrm{O}_{2} \underset{\mathrm{Pd}(\mathrm{II}), \mathrm{Cu}(\mathrm{II}) \, water}{\longrightarrow} \mathrm{CH}_{3} \mathrm{CHO}(90 \%)$
ઓઝોન સ્તરના ક્ષયનની પર્યાવરણ પર અસરો વિશે ટૂંકમાં સમજાવો.
સલ્ફરના ઓક્સાઈડોને કારણે થતું પ્રદૂષણ કોની હાજરીના કારણે વધે છે?
$(a)$ રંજકણ દ્રવ્ય
$(b)$ ઓઝોન
$(c)$ હાઇડ્રોકાર્બનો
$(d)$ હાઇડ્રોજન પેરોકસાઈડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયાં છે ? સમજાવો.
$CO_2$ અને $CO$ વડે ક્ષોભ આવરણને થતું નુકસાન વર્ણવો.
હાઇડ્રોકાર્બન વડે થતું ક્ષોભ-આવરણનું પ્રદૂષણ ટૂંકમાં સમજાવો.