$(a)$ પૃથ્વીને $6400\, km$ ત્રિજ્યાનો ગોળો વિયારો. કોઈ વસ્તુ (કે માણસ) પૃથ્વીના ભ્રમણના કારણે તેની ધરીને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે. (આવર્તકાળ $1$ દિવસ), તો પૃથ્વીની સપાટી (વિષુવવૃત્ત) પર રહેલી વસ્તુ પરથી પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતો પ્રવેગ કેટલો ? તેનો અક્ષાંશ $(\theta )$ કેટલો ? આ પ્રવેગ અને ગુરુત્વપવેગ સાથેની સરખામણી કેવી હશે ? $(g=9.8\,m/s^2)$.
$(b)$ પૃથ્વી સૂર્યની આસપાસ વર્ષમાં એક પરિભ્રમણ કરે છે, જેમાં તેની કક્ષીય ત્રિજ્યા $1.5 \times 10^{11} \,m$ છે, તો સૂર્યના કેન્દ્રનો અથવા પૃથ્વી પરની સપાટી પરની કોઈ વસ્તુનો પ્રવેગ કેટલો ? આ પ્રવેગને ગુરુત્વપ્રવેગ $(g=9.8\,m/s^2)$. સાથે સરખાવો.
કેન્દ્રગામી પ્રેવેગ $a_c$$=$$=\frac{v^{2}}{ R _{e}}$
$=\frac{\left( R _{e} \omega\right)^{2}}{ R _{e}}$
$= R _{e} \omega^{2} \quad\left(\because v= R _{e} \omega\right)$
$\therefore a_{c}=R _{e} \times\left(\frac{2 \pi}{ T }\right)^{2}$
$=\frac{4 \pi^{2} R _{e}}{ T ^{2}}$
$=\frac{4 \times(3.14)^{2} \times 6.4 \times 10^{6}}{(24 \times 3600)^{2}}$
$=\frac{252.4 \times 10^{6}}{74.65 \times 10^{8}}$
$=3.381 \times 10^{-2}$
$\therefore a_{c}=0.034 m s ^{-2}$
વિષુવૃત પર અક્ષાંશ $\theta=0^{\circ}$
કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વપ્રવેગનો ગુણોતર
$=$પ્રવેગ/ગુરુત્વપ્રવેગ
$=\frac{a_{c}}{g}$$=\frac{0.034}{9.8}$
$=0.00346=0.0035$
$(b)$ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા $R =1.5 \times 10^{11} m$
અને $T=1$ વર્ષ $=365 \times 24 \times 3600 s$
$\therefore$ કેન્દ્રગામી પ્રવેગ $a_{c}= R \omega^{2}= R \times \frac{4 \pi^{2}}{ T ^{2}}$
$\therefore \quad a_{c}=\frac{1.5 \times 10^{11} \times 4 \times(3.14)^{2}}{(365 \times 3600 \times 24)^{2}}$
$=\frac{59.1576 \times 10^{11}}{99.452 \times 10^{13}}$
$=0.5947 \times 10^{-2}$
$\approx 0.0059 ms ^{-2}$
અને કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુતવપ્રવેગનો ગુણોતર
$\frac{a_{c}}{g}=\frac{0.0059}{9.8} \approx 0.0006$
$M$ અને $m$ દળ ધરાવતા બે કણો અનુક્રમે $R$ અને $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો તેમનો આવર્તકાળ સમાન હોય, તો તેમના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?
અચળ ઝડપે એક કણ વર્તુળાકાર માર્ગ ફરે છે. જયારે કણ $90^{\circ}$ નો ખૂણો બનાવે છે, ત્યારે તેનો તત્કાલીન વેગ અને સરેરાશ વેગનો ગુણોતર $\pi: x \sqrt{2}$ છે. $x$ ની કિમત ....... હશે.
એક છોકરો $2 \,m$ લાંબી દોરીના છેડે $100\, g$ નો એક પશ્થર બાંધી તેને સમક્ષિતિળ સમતલમાં ગોળ-ગોળ ફેરવે છે. $80\, N$ જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. જે ગોળ-ગોળ ફરતા પથ્થરની મહત્તમ ઝડ૫ $\frac{ K }{\pi}$ ભ્રમણ/મિનીટ હોય તો $K$ શોધો
(દોરી દળરહિત અને ખેંચાણ અનુભવતી નથી તેમ ધારો)
$42\,m$ વ્યાસ ધરાવતા ગોળા પર પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે. તો તે ગોળાના તળિયેથી ........ $m$ ઊંચાઇએ પદાર્થ ગોળા સાથેનો સંપર્ક છોડશે.
$2 \,m$ ત્રિજ્યામાં ઇલેક્ટ્રોન $4 \,m / s$નાં વેગથી વર્તુળમય ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ ...... ($m / s ^{2}$ માં)