નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો. આ સમીકરણને કોણીય વેગ $(\omega )$ અને આવૃત્તિ $(v)$ ના રૂપમાં મેળવો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ $\Delta t$ સમયગાળામાં $P$ થી $P'$ પર પહોંચે છે.
આ દરમિયાન કણ વર્તુળમાર્ગના કેન્દ્ર સાથે $\Delta \theta$ ખૂણો આંતરે છે.
$\Delta \theta$ ને કોણીય અંતર (અથવા કોણીય સ્થાનાંતર) કહે છે.
કોણીય ઝડપ$=$કોણીય સ્થાનાંતર/તે માટેનો સમયગાળો
$\therefore \quad \omega=\frac{\Delta \theta}{\Delta t}$
$\Delta t$ સમયમાં કણે કાપેલું રેખીય અંતર $\Delta s$ છે.નાના સમયગાળા માટે $PP ^{\prime}=\Delta s$ લઈ શકાય.
રેખીય ઝડપ $=$ રેખીય અંતર/તે માટેનો સમયગાળો
$\therefore v=\frac{\Delta s}{\Delta t}$
ખૂણો$=$ચાપ/ત્રિજ્યા,અનુસાર
$\therefore \Delta \theta=\frac{\Delta s}{ R }$
$\therefore \Delta s= R \Delta \theta$
$v= R \frac{\Delta \theta}{\Delta t}$
$\therefore v= R \omega$
કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ,
$a_{c}=\frac{v^{2}}{ R }$
એક વિમાન $900 \,km/ h$ની અચળ ઝડપથી ઊડી રહ્યું છે અને $1.00\, km$ ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. તેના કેન્દ્રગામી પ્રવેગ ગુરુત્વીય પ્રવેગની સાથે સરખામણી કરો.
એક પદાર્થ અચળ ઝડપે વર્તુળ પર ગતિ કરે છે, તો .......
એક કણ $25\, cm$ ત્રિજ્યા વાળા એક વર્તુળમાં $2$ ભ્રમણ/સેકન્ડ ના દરે ગતિ કરે છે. તો કણનો $meter/second^2$ માં પ્રવેગ કેટલો થાય?
$L$ લંબાઇ ધરાવતી નળીમાં $M$ દળ ધરાવતું અદબનીય પ્રવાહી ભરેલ છે અને તે બંને છેડે બંધ છે. નળીના એક છેડાને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવામાં આવે છે. નળીના બીજા છેડા પર કેટલું બળ લાગે?
એક પદાર્થ $80 \,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરે છે તેની ઝડપ $20 \,m / s$ છે જે કોઈ ક્ષણે $5 \,m / s ^2$ ના દરે ઘટે છે. તો પ્રવેગ દ્વારા બનાવવામાં આવતો વેગ સાથેનો કોણ કેટલો થાય ?