$v$ વેગ સાથે ગતિ કરતો $m$ દળનો દડોએ સ્થિર રહેલા બીજા $m$ દળનાં દડા સાથે સન્મુખ અથડામણ અનુભવે છે. જો રેસ્ટિપ્યુશન (સ્થિતિસ્થાપકતા) ગુણાંક $e$ છે અને અથડામણ પછી પહેલા દડાનો વેગ $v_1$ અને બીજા દડાનો વેગ $v_2$ હોય તો $\ldots \ldots \ldots$ હશે ?
$40 kg $દળનું એક સ્કૂટર $4 m/s$ ના વેગથી $60 kg$ દળ ધરાવતા અને $2 m/s$ ના વેગથી ગતિ કરતા બીજા સ્કૂટર સાથે અથડાય છે. અથડામણ પછી બંને સ્કૂટરો અડકેલા રહે છે તો ગતિઊર્જામાં થતો વ્યય.....$J$ શોધો.
ઊંચાઇ પર રહેલા સ્થિર પદાર્થના બે સમાન ટુકડા થાય છે,એક ટુકડાનો સમક્ષિતિજ વેગ $10\; m/s $ છે.તો બંને ટુકડાના સ્થાન સદિશ લંબ થતા કેટલા ............... $\mathrm{s}$ સમય લાગે?
પ્રક્ષિપ્ત ગતિમાં ${m_1}$ અને ${m_2}$ દળ ધરાવતા બે કણો માટે $t = 0$ સમયે વેગ અનુક્રમે ${\vec v_1}$ અને ${\vec v_2}$ છે. તેઓ ${t_0}$ સમયે સંઘાત પામે છે. તેથી $2{t_0}$ સમયે ${\vec v_1}'$ અને ${\vec v_2}'$ વેગથી હવામાં ગતિ કરે છે. તો $|({m_1}\overrightarrow {{v_1}} '\, + {m_2}\overrightarrow {{v_2}} ') - ({m_1}\overrightarrow {{v_1}} \, + {m_2}\overrightarrow {{v_2}} )$| ની કિંમત શું થશે?
$m _{1}$ દળ ગતિ કરીને સ્થિર રહેલા $m _{2}$ દળ સાથે અથડાઈ છે . અથડામણ પછી બંને સમાન વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો તેમના $m _{2}: m _{1}$ દળનો ગુણોતર શોધો. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે.