$298$ $K$ તાપમાને $HF$, $HCOOH$ અને $HCN$ ના આયનીકરણ અચળાંક અનુક્રમે $6.8 \times 10^{-4}, 1.8 \times 10^{-4}$ અને $4.8 \times 10^{-9}$ છે. તેમના અનુરૂપ સંયુગ્મ બેઇઝના આયનીકરણ અચળાંક ગણો.
$0.1$ $M$ એકબેઝિક ઍસિડની $pH$ $4.50$ છે. સ્પીસિઝ $H ^{+},$ $A^{-}$ અને $HA$ ની સંતુલને સાંદ્રતા ગણો. વળી, એ બેઝિક ઍસિડનો $K_{a}$ અને $pK _{a}$ ના મૂલ્યો નક્કી કરો.
જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$
નિર્બળ એસિડ $HA$ માટે વિયોજન અચળાંક ${10^{ - 9}}$ છે, તો તે $0.1\, M $ દ્રાવણની $\,\,pOH$ કેટલી થશે?
જલીય દ્રાવણમાં કાર્બનિક એસિડ માટે આયનીકરણ અચળાંક $K_1$ $=$ $ 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે તો કાર્બનિક એસિડનાં $ 0.034\,M $ દ્રાવણનાં સંતૃપ્તી માટે સાચું વિધાન પસંદ કરો.