ચાકગતિ કરતા બે પદાર્થનું કોણીય વેગમાન સમાન છે પરંતુ તેમની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. ($I_1$ > $I_2$) કયા પદાર્થની ગતિ ઊર્જા વધુ હશે ?
પહેલા
બીજા
બંને ગતિ ઊર્જા સમાન હશે
ધારણા કરવી શક્ય નથી
ગોળીય કવચને ગબડવા માટે ચાકગતિ ઊર્જા અને કુલગતિ ઊર્જાનો ગુણોત્તર $\frac{x}{5}$ છે. $x$ નું મૂલ્ય ......... છે.
જ્યારે એક ઓટોમોબાઇલ $1800$ પરિભમણ પ્રતિ મિનિટ થી ભ્રમણ કરતું હોય ત્યારે તે $100\ kW$ નો પાવર ઉત્પન્ન કરે છે તો તેમાં કેટલું ટોર્ક ($N-m$ માં) લાગતું હશે?
ઘનગોળો ઘર્ષણ રહિત સપાટી પર રોલિંગ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાનાંતરીત વેગ $v\ \ m/s$ થી ગતિ કરીને ઢોળાવ વાળા સમતલ પર ચઢે છે. ત્યારે $v$ કેટલું હોવું જોઈએ ?
$1\,kg$ દળ અને $R$ ત્રિજ્યયા ઘરાવતી તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરવા મુક્ત છે. તક્તિ જેટલું દળ ધરાવતી વસ્તુને તક્તિનાં સૌથી ઉપરના છેડા આગળ જોડવામાં આવે છે. હવે આ તંત્રને છોડવામાં આવે છે, જયારે વસ્તુ સૌથી નીચેના છેડે આવે છે ત્યારે કોણીય ઝડપ $4 \sqrt{\frac{x}{3 R}} rad s ^{-1}$ થાય છે.$x$નું મૂલ્ય $.......$ થશે.
$[\left.g =10\,m / s ^{2}\right]$
જ્યારે કોઈ પદાર્થ ખરબચડી સમક્ષિતિજ સપાટી ઊપર સરક્યાં વિના (લપસ્યા વિના) ગબડે છે, ત્યારે ઘર્ષણ વડે થતું કાર્ય શું હશે?