$HA$ એસિડનું આયોનાઇઝ $HA $ $\rightleftharpoons$ $ H^+ + A^-$ $1.0$ મોલર દ્રાવણની $pH = 5$ છે તો વિયોજન અચળાંક = ......
$10^{-10}$
$5$
$5 \times 10^{-8}$
$1 \times 10^{-5}$
પ્રોપેનોઇક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.32 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં ઍસિડનો આયનીકરણ અંશ ગણો અને $pH$ પણ ગણો. જો દ્રાવણમાં $0.01$ $M$ $HCl$ પણ હોય તો દ્રાવણનો આયનીકરણ અંશ કેટલો થશે ?
નિર્બળ એસિડ $HX$ ના આયનીકરણ અચળાંક ${K_a}$ નું સૂત્ર તારવો.
$5 \times 10^{-3} \,M\, H_2CO_3$ દ્રાવણનું $10%$ વિયોજન થાય તો આયનની $H^+$ સાંદ્રતા $= …….$
$0.2 \,M\, NH _{4} Cl$ અને $0.1 \,M\, NH _{3}$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો. એમોનિયાના દ્રાવણ માટે $pK _{ b }$ $=4.75$ છે.
ફિનોલનો આયનીકરણ અચળાંક $298$ $K$ તાપમાને $1.0 \times 10^{-10}$ છે. $0.05$ $M$ ફીનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે ? જો દ્રાવણ $0.01$ $M$ સોડિયમ ફિનોલેટનું હોય તો આયનીકરણ અંશ કેટલો હશે ?